AAP અને કેજરીવાલ પર કોંગ્રેસ પ્રભારીએ કરી આકરી ટિપ્પણી, કહ્યું- કોરોના સમયે તમે ગુજરાતમાં દેખાયા પણ નહીં
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયા જંગ જામી ચૂક્યો છે. તેવામાં અત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રભારી ઉષા નાયડુ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયા જંગ જામી ચૂક્યો છે. તેવામાં અત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રભારી ઉષા નાયડુ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે વડોદરાની 5 વિધાનસભા બેઠક માટે પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ દરમિયાન કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુએ આમ આદમી પાર્ટીને તકસાધુ જણાવી દીધી હતી. જ્યારે સત્તાધારી પક્ષ પર નિશાન સાધતા તેણે જણાવ્યું કે તે વાયદો પૂરો કરવા સક્ષમ નથી. પરંતુ કોંગ્રેસ પાર્ટી તમામ વાયદાઓ પૂરા કરવાવાળી પાર્ટી છે.
કેજરીવાલ પર ઉષા નાયડુએ કર્યા આકરા પ્રહારો
મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી ઈન્સ્ટીટ્યૂટમાંથી જ ભણ્યા છે. વળી ગુજરાત રાજ્યમાં જ્યારે કોવિડની સ્થિતિ વણસી ચૂકી હતી, ત્યારે તો કેજરીવાલ અહીં એકવાર પણ મુલાકાતે આવ્યા નહોતા. અત્યારે તેઓ તક પર જ ધ્યાન આપી રહ્યા છે.
ભાજપ પર કોંગ્રેસની ટિપ્પણી
ઉષા નાયડુએ ત્યારપછી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે અત્યારે સત્તાપક્ષ અસમંજસમાં મુકાઈ ગયો છે. અત્યારે દર ચાર દિવસે દિલ્હીથી ભાજપના નેતાઓ આવી રહ્યા છે. તેમને હારનો ડર છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને 125 બેઠકો મળવાની પણ વાત કરી હતી.
ADVERTISEMENT
With input- દિગ્વિજય પાઠક
ADVERTISEMENT