કોંગ્રેસના દિગ્ગજ બોલ્યાઃ BJP વાળા લીડર બનાવતા જ નથી, તે અમારા ધારાસભ્યો ઉઠાવી જાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પંચાયત આજતકનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ કાર્યક્રમમાં મોદી સરકારના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક વચ્ચે સામ-સામે શાબ્દિક ટક્કર થઈ હતી. અમીબેને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો અને આની સાથે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો દાવો કર્યો હતો. અમીબેને રાહુલ ગાંધીને બેટ્સમેન કહ્યા અને કહ્યું- તેઓ મહત્ત્વપૂર્ણ મિશનમાં વ્યસ્ત છે. ગુજરાત પણ જરૂર આવશે.

AAP તો B ટીમ છે- અમીબેન
કોંગ્રેસના નેતા અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી ઉત્સાહથી લડતી ન હોત તો આ બધુ જોવા ન મળ્યું હોત. ભાજપ લીડન નથી બનાવતા. તેઓ અન્ય પક્ષોના નેતાઓને જ લે છે. તેમણે કહ્યું કે ભાજપે તમામ જૂના લોકોને બેસાડી દીધા છે. નવા લોકોને લાવ્યા છે. AAPને B ટીમ તરીકે સંબોધ્યા.

રાહુલ ગાંધી એક મોટા મિશનમાં વ્યસ્ત છે…
અમીબેન યાજ્ઞિકે વધુમાં જણાવ્યું હતું કે અમારો પક્ષ સંગઠિત છે, તેથી જ લડી રહ્યો છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં છે. અમારી પાર્ટીના મુખ્ય બેટ્સમેન એક મોટા મિશનમાં વ્યસ્ત છે. તેઓ પગપાળા 3500 કિમીની મુસાફરી કરી રહ્યા છે. કોંગ્રેસના નવા પ્રમુખ આવશે. દરેક જગ્યાએ એક જ બેટ્સમેન નથી હોતો. અન્ય બેટ્સમેન પણ હોય છે અને તેઓ પણ પોતાનું બેસ્ટ આપી રહ્યા છે.

ADVERTISEMENT

તેમણે જે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યો તે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી…
અમીબેન યાજ્ઞિકને પૂછવામાં આવ્યું કે AAP જોરશોરથી લડી રહી છે જ્યારે કોંગ્રેસ યોગ્ય રીતે લડી રહી નથી. તેના પર અમીબેને કહ્યું કે અમે લડી રહ્યા છીએ, પરંતુ તે દેખાતું નથી. તેઓ ત્યાંથી શિક્ષણનું મોડલ લઈને અહીં આવે છે. તેમણે જે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે તે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું- શિક્ષિત બેરોજગારો પર સરકાર પાસે જવાબ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT