પક્ષપલટા કલ્ચર વચ્ચે કોંગ્રેસની વેદના, ઉમેદવારોને ટિકિટ – ફંડ અપાય; જીત્યા પછી BJPમાં જોડાય..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં હવે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષપલટાના કલ્ચર વચ્ચે કોંગ્રેસને ઘણા ફટકા પડ્યા છે. કારણ કે કોંગ્રેસ જે ઉમેદવારને ટિકિટ આપે, ચૂંટણી લડવા માટે ફંડ આપે ત્યારપછી આ ઉમેદવાર જીતી જાય તો ભાજપમાં ભળી જાય છે. તેવામાં કોંગ્રેસ પાર્ટી માટે અત્યારે મોટો માથાનો દુઃખાવો ઉમેદવારોની પસંદગીનો રહેશે. તેમને એવા ઉમેદવારો પસંદ કરવા પડશે કે જે પક્ષપલટો કરીને ચાલ્યા ન જાય.

ઉમેદવાર પસંદગી અને આંતરિક વિખવાદ…
કોંગ્રેસમાં અત્યારે ઉમેદવાર પસંદગી અને આંતરિક વિવાદ ઘણો પ્રસરી ગયો છે. તેવામાં ઉમેદવાર પસંદગી માટે કવાયત ચાલી રહી છે. હવે મોટાભાગના કિસ્સામાં જ્યારે ગત કેટલાક વર્ષોના આંકડા પર નજર કરીએ તો કોંગ્રેસમાં ટિકિટને લઈને પણ ઘણા આંતરિક વિવાદ થાય છે. એને પહોંચી વળવા માટે કઈ તજવીજ હાથ ધરાઈ તો ઉમેદવાર જીત્યા પછી ભાજપમાં જતો રહે છે. હવે આ તમામ મુશ્કેલીઓ પાર્ટી માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

7 વર્ષથી પક્ષપલટાનું વાતાવરણ કોંગ્રેસ માટે નુકસાનકારક
કોંગ્રેસની પાર્ટીને આશરે છેલ્લા 7 વર્ષમાં પક્ષપલટાના વાતાવરણની માઠી અસર પડી છે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસના 17 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાર્ટીને ફટકો પડ્યો છે. તેવામાં હવે 2017ની ચૂંટણીની વાત જ કરીએ અહીં પાર્ટી પાસે 77 બેઠક જીતેલી હતી હવે એની સંખ્યા 63એ આવી પહોંચી છે.

ADVERTISEMENT

કોંગ્રેસે તકેદારી રાખવા કરી આ પહેલ…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે કોંગ્રેસ દ્વારા એવા નેતાઓ પસંદ કરવામાં આવી રહ્યા છે. જેઓ પાર્ટીનો સાથ છોડીને જતા ન રહે. વિશ્વાસપાત્ર લોકોને જ પાર્ટી સાથે જોડી રાખવા માટે કોંગ્રેસે તજવીજ હાથ ધરી છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઉમેદવારને શરૂઆતથી તૈયાર કરે અને કોંગ્રેસ ત્યારપછી ચૂંટણી ફંડ આપી એને જીતાડે પણ છે. આ તમામ પ્રક્રિયા બાદ તે ભાજપમાં ભળી જતા પાર્ટીને મોટુ નુકસાન થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસનો હાથ છોડનારા નેતાઓની યાદી…

ADVERTISEMENT

  1. કુંવરજી બાવળિયાઃ જસદણ બેઠક
  2. જેવી કાકડિયાઃ ધારી
  3. જવાહર ચાવડાઃ માણાવદર
  4. મંગળ ગાવિતઃ ડાંગ
  5. જીતુ ચૌધરીઃ કપરાડા
  6. પરસોત્તમ સાબરિયાઃ ધ્રાંગધ્રા
  7. અલ્પેશ ઠાકોરઃ રાધનપુર
  8. પ્રવીણ મારૂઃ ગઢડા
  9. બ્રિજેશ મેરજાઃ મોરબી
  10. સોમા પટેલઃ લીંબડી
  11. આશા પટેલઃ ઊંઝા
  12. પ્રદ્યુમનસિંહ જાડેજાઃ અબડાસા
  13. અક્ષય પટેલઃ કરજણ
  14. ધવલસિંહ ઝાલાઃ બાયડ
  15. ધર્મેન્દ્રસિંહ જાડેજાઃ જામનગર શહેર
  16. અશ્વિન કોટવાલઃ ખેડબ્રહ્મા
  17. હર્ષદ રિબડીયાઃ વિસાવદર

    follow whatsapp

    ADVERTISEMENT