ભાજપને ધૂળ ચટાડવા કોંગ્રેસ કઈ પણ કરવા તૈયાર, તમામ પક્ષ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: 2022ની વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ ગણવામાં આવી રહી છે તો આમ આદમી પાર્ટીએ તો ગેરેન્ટી ખૂબ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે નવો દાવ રમવા તૈયાર છે. કોંગ્રેસની રાધનપુર ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ   ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર છીએ.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, વાત એટલી છે કે વિચારધારાને બળ આપવાનું છે. છોટુ ભાઈ હોય,એનસીપી હોય, શંકરસિંહજી હોય કે બીજા લોકો હોય. આમ આદમી પાર્ટીએ ટેકો આપે તો અમે લઈ લઈએ અમને ક્યાં વાંધો જ છે. મારે તો ભાજપ જેવા કોમવાદી પરિબળો સામે લડવુ છે. જે મોંઘવારી, કોમવાદ, બનાવો જે બને છે લઠ્ઠાકાંડ. મોરબી જેવા એમા પ્રજાને રક્ષણ કોણ આપે એટલે અમે પ્રજાને રક્ષણ આપવા માગીએ છીએ.

ગઢબંધનથી ભાજપને નુકશાન
કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારની કોઈ યાદી જાહેર નથી કરી ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ અને આમાં આદમી પાર્ટી ભાજપને હારનો સ્વાદ ચાખડવા લડી રહ્યા છે. આ જોતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે તો ભાજપ માટે કપરા ચડાણ છે.

ADVERTISEMENT

આજે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને જિતાડવા હંકાલ કરી
હુ ભાજપ અને કોંગ્રેસ બંનેને બરાબર જાણુ છુ. જો ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. હુ કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આ આર્ટીફીશીયલ અને ચીટર લોકો છે લોકેને ઠગે છે. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા.

    follow whatsapp

    ADVERTISEMENT