ગુજરાત સ્ટેટ લો કમિશનના અહેવાલને લઈ કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું
અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી પેપર ફૂટવાનો મામલો ગરમ છે. ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે થોડા સમય પહેલા સતત પેપર…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી પેપર ફૂટવાનો મામલો ગરમ છે. ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે થોડા સમય પહેલા સતત પેપર ફૂટતા ગુજરાત સ્ટેટ લૉ કમિશને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ સામે આવતા સરકારની નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કોંગ્રેસે સરકાર પર અનેક સવાલો કર્યા છે.
ગુજરાતમાં સતત લીક થઈ રહેલા ભરતી પરીક્ષાના પેપરોને લઈને સ્ટેટ લૉ કમિશને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પેપરલીકની ઘટનાઓને લઈને ગુજરાત સ્ટેટ લૉ કમિશને 1 જુલાઈ 2022ના રોજ સરકારને એક રિપોર્ટ સબમિટ કર્યો હતો. એમબી શાહના વડપણ હેઠળ લૉ કમિશનનો આ રિપોર્ટ તૈયાર થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, પેપર લિક અંગે સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, વગ ધરાવનાર લોકોની સરકારમાં ગોઠવણ હોવાથી પકડાતા નથી. પેપર લીકની ઘટના સામે આવે ત્યારે સરકાર પર પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે પેપર ફોડનારા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ.1 જુલાઈ 2022ના રોજ રિપોર્ટમાં ભલામણ સૂચન હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સરકારે પગલાં ભરવા જોઈએ.
કાયદાની જરૂર છે
રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં પેપરલીક અંગે કડક કાયદાની જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સરકારે પગલાં ભરવા જોઈએ. જોકે, આ રિપોર્ટ બાદ એક વિધાનસભાનું સત્ર બોલાવાયું હતું. સત્રમાં કોઈ પેપર લીક મામલે ચર્ચા થઈ ન હતી. ત્યારે નવા વર્ષે નવી સરકાર સામે જૂનો પેપર લીક કૌભાંડ નો પ્રશ્ન બજેટમાં સામે આવિ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગાંધીધામ નગરપાલિકા ફરી વિવાદમાં, પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી ફેંકાતા મચ્યો હોબાળો
સરકાર પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકાર વિધાનસભા સત્રમાં પેપરલીક અંગે એક દિવસ ચર્ચા કરે અને લૉ કમિશનના અહેવાલ અંગે સરકાર ગંભીરતા દાખવે. સરકાર ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરનાર સામે ગુજસીટોક કાયદો લાગુ કરે. સરકાર ફેસ સેવિંગ કરવા પણ પેપરલીક અંગે કાયદો લાવે. સરકારની ઈચ્છા શક્તિ હોત તો રિપોર્ટને જાહેર કરાયો હોત. સપ્ટેમ્બરમાં મળેલ સત્રમાં સરકાર ઈચ્છેત તો કાયદો બની શક્યો હોત.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT