વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, PM મોદી પર કર્યા પ્રહાર
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ દેશભરના નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે 3 દિવસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ દેશભરના નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે 3 દિવસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન વડપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડ્યો ન હતો. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો કર્યા હતા આ ઉપરાંત સી. આર. પાટીલને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના પ્રવકતા આલોક શર્માએ ભાજપને સવાલ કરતાં કહ્યું હતું કે, તેઓને મારે પુછવુ છે કે, આપ દેશના પ્રધાનમંત્રી છો કે ભાજપના પ્રચારમંત્રી એ ગુજરાતની જનતા સમજી શકતી નથી. ગુજરાતની જનતા જાણે છે કે વારંવાર આપશ્રી એકવાર શરૂ થયેલા પ્રોજેક્ટને ફરીથી ઉદઘાટન કરી રહ્યાં છો. શું આ સારી વાત છે ? વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, અર્બન નક્શલવાદ દેશને નુકસાન તરફ દોરી રહ્યો છે ત્યારે તેમના જ મંત્રી નિત્યાંનંદજીએ જણાવ્યું હતું કે, અર્બન નકસલ જેવી શબ્દાવલી આપણા દેશમાં ઉપલબ્ધ નથી. આપે કહ્યું કે વિદેશોથી અર્બન નકસલવાદ આવી રહ્યો છે અને દેશને નુકસાન કરી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં ભાજપ સરકાર છે તો શા માટે તેના ઉપર પગલા લીધા નથી. શું તમારી સરકાર પકોડા તળી રહી હતી. આપે કહ્યું કે, હું ગુજરાતના આદિવાસી સમાજનો આભાર માનું છું કે, નકસલવાદને તેમણે ટેકો નથી આપ્યો. તો શું દેશના આદિવાસીઓ નકસલવાદને ટેકો આપે છે ? આ વાત એ આદિવાસી સમાજ માટે અપમાનજનક છે.
પાટીલ પર કર્યા પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ પાટીલ પર પ્રહાર કરતાં કહ્યું કે, અર્બન નકસલવાદની વાત કરીને શું આપનો ઈશારો 107 કેસવાળા ભારતીય જનતા પક્ષના ગુજરાતના પ્રમુખ તરફ તો નથી ને? કે પછી આર.એસ.એસ. તરફ તો નથી ને કે જે રોજબરોજ પોતાની વાતોમાં ઝેર ઓંકે છે? આજના મોદી સાહેબના વક્તવ્ય સાંભળ્યું. સૌ પહેલા તો અમે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીને યાદ કરીએ છીએ કે જેમણે 1981માં સિવીલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. આજે આપે કહ્યું કે, ગુજરાતમાં 36 મેડીકલ કોલેજ છે. તો ગુજરાતની જનતા 36 મેડીકલ કોલેજનું લીસ્ટ જાણવા માંગે છે. એમાની કેટલી કોલેજ સરકારી છે અને કેટલી પ્રાઈવેટ છે ? કેટલી એવી છે કે જે સરકારી હોવા છતાં આપે આપના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધી છે. જનતા એ પણ જાણવા માંગે છે કે, 1953માં જે હોસ્પિટલની આધારશીલા રખાઈ હોય જેમાં વર્ષમાં હાલમાં 10 થી 11 લાખ દર્દીઓ સારવાર લેતા હોય એ જ હોસ્પિટલમાં વારંવાર આવીને આપ આવા પ્રકારના ઉદઘાટન કરી રહ્યાં છો તે શું યોગ્ય છે? કોરોનામાં શા માટે ઓક્સીઝન, વેન્ટીલેટર, માર્સ્ક પર જી.એસ.ટી.લગાડવામાં આવ્યો? કોરોના સમયમાં 108ની સિવિલ હોસ્પિટલ બહાર લાઈન લાગેલી હતી અને સ્મશાનની ચીમનીઓ લાલ થઈ ગઈ હતી ત્યારે આપના મંત્રીઓ ક્યાં હતાં?
ADVERTISEMENT
કોરોનાને લઈ ઉઠાવ્યા સવાલ
તમારી જ સરકારના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 60 ટકાથી વધારે બાળકો કૃપોષિત જન્મી રહ્યાં છે. શું આ જ આપની ઉપલબ્ધી છે? હિંદુસ્તાન આપના વડાપ્રધાન બન્યા બાદ ભુખમરાના ઈન્ડેક્સમાં શા માટે સૌથી નીચે આવી ગયો? જે કંપનીએ સિવિલ હોસ્પિટલને નકલી વેન્ટીલેટર સપ્લાય કર્યા હતા તેના ઉપર શું પગલા લેવામાં આવ્યા ? કોરોનાના સમયમાં બનાવેલ પી.એમ. કેર ફંડનો અત્યાર સુધી હિસાબ આપવામાં નથી આવ્યો ? આપ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જો એકપણ સરકારી હોસ્પિટલ કે મેડીકલ કોલેજ માટે જમીન ફાળવીને તે બનાવવામાં આવી હોય તેનું નામ આપો.
ડ્રગ્સનો મુદ્દો ફરી આવ્યો સામે
વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતના આરોગ્ય માળખાનું પણ ખાનગીકરણ કરી નાખ્યું છે. આપે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની ધરા સંભાળ્યી ત્યારે ગુજરાતનું દેવુ 9000 કરોડ હતું આજે ત્રણ લાખ કરોડનું દેવું છે. તમે દેવુ મુક્ત કરવાની જગ્યાએ દેવાની સરકાર આપીને ગયા છો. ભારતીય જનતા પાર્ટીએ આટલુ બધુ સારુ કામ કર્યું તો શા માટે એક વર્ષ પહેલા મુખ્યમંત્રી સહિત આખી સરકારના મંત્રીમંડળને બદલવાની આપને ફરજ પડી. શું કારણ છે કે ગુજરાતની અંદર હાલના સમયમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. શું ક્યાંક તમે ડ્રગ્સની બિમારી તો ગુજરાતને નથી સોંપી રહ્યાં ? 20-22 વર્ષ જૂની બિમારીઓને યાદ કરો છો પરંતુ હાલના સમયની મંદી, બેરોજગારી, મહિલા સુરક્ષા અને ડ્રગ્સની બદીની બિમારીની શા માટે ચર્ચા નથી કરી રહ્યાં? કોરોનાના સમયમાં જે લોકોની મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને ચાર લાખ રૂપિયા ક્યારે મળશે? કોરોના બાદ શા માટે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળને બદલવામાં આવ્યું? જનતાના ટેક્સના પૈસાથી આપ ચૂંટણી પ્રચાર કરો છો તે શુ યોગ્ય છે ? લમ્પી વાયરસથી ગુજરાતમાં લાખો ગાયોના મૃત્યુ થયા તેનું વળતર ક્યારે આપશો? આમ વડાપ્રધાનની મુલાકાત બાદ કોંગ્રેસે ભાજપ અને વડાપ્રધાન મોદી પર સવાલ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT