અમદાવાદમાં ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’ બહાર કોંગ્રેસે ‘સરદાર પટેલ મેડિકલ કોલેજ’ નામના પોસ્ટર લગાવ્યા
અમદાવાદઃ શહેરની L.G મેડિકલ કોલેજનું નામકરણ કરીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College) કરવામાં આવ્યું છે. જે મુદ્દે ગઈકાલે ભારે રાજકારણ થયું હતું.…
ADVERTISEMENT
અમદાવાદઃ શહેરની L.G મેડિકલ કોલેજનું નામકરણ કરીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College) કરવામાં આવ્યું છે. જે મુદ્દે ગઈકાલે ભારે રાજકારણ થયું હતું. એવામાં આજે કોંગ્રેસ દ્વારા ફરીથી આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મેડિકલ કોલેજની બહાર ‘સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ’ નામના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દેશની આઝાદીમાં યોગદાન આપનારા ‘સરદાર’નું નામ મેડિકલ કોલેજને અપાયું
AMCમાં વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે કહ્યું કે, ગઈ કાલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એલ.જી કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા મેડિકલ કોલેજનું નામકરણ કરી આ દેશની આઝાદીમાં યોગદાન આપનારા, અખંડ ભારતની રચના કરવા વાળા મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ નામ રાખવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરવામાં આવે છે કે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ નામ રાખવામાં આવે.
ADVERTISEMENT
કોંગ્રેસનો કોલેજના નામકરણ મુદ્દે વિરોધ
નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ કે, અત્યારે જેવી રીતે સ્ટેડિયમનું નામ કરણ કરીને નરેન્દ્ર મોદી કરી દેવાયું હતું. એવી જ રીતે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. શાસકો પોતાની ચાપલુસી કરવાની પરાકાષ્ટાને વટાવી ચૂક્યા છે. અહીં એલ.જી કોલેજમાં જે મહાજનોએ રૂપિયા આપ્યા હતા તેમના નામ દૂર કરીને નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું છે.
કોલેજના નામકરણ મુદ્દે ભાજપે શું કહ્યું?
કોલેજના નામકરણ મુદ્દે ભાજપના સ્ટેટ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને આ વિશે બોલવાનો અધિકાર નથી. આખા ભારતમાં જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એ એક જમાનામાં જવાહરલાલ નહેરુ અને ઈન્દીરા ગાંધીના નામે ચાલે છે. આ બહુમતીથી લેવાયેલો જનતાનો નિર્ણય છે. જનતાના નિર્ણયને ચાપલુસી ન કહી શકાય. ભાજપે દરેકને મહત્ત્વ આપ્યું છે. અહીં કોઈ એક પરિવારને જ મહત્ત્વ અપાયું નથી. તમે વિચાર કરીને બોલજો કે તમે કોના માટે બોલી રહ્યા છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે અમદાવાદમાં કોઇ સ્થાપત્યનું નામ બદલવામાં આવી રહ્યું હોય. અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT