‘વિદ્યાર્થીઓ-બેરોજગારો જોડે રમવાનું બંધ કરો’, ગાંધીનગરમાં વિધાનસભા બહાર જ કોંગ્રેસનો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: વિધાનસભામાં આજે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા પેપર લીક મુદ્દે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ગેની બેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યો હતો અને ધરણા પ્રદર્શન કર્યું હતું.

‘ખાલી કાયદો બનાવી સરકાર વાહ વાહી ન લૂંટે’
આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 27 વર્ષથી રાજ કરતી ભાજપની સરકારમાં એક-બે વાર નહીં 13 કરતા વધારે વખત પેપર ફૂટ્યા. આ પેપર ફૂટવાના કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે સરકારી નોકરી મળી, ઉજ્જવળ ભવિષ્ય મળે તેના માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે. કોંગ્રેસનો વિરોધ અને યુવાનોના આક્રોશના કારણે સરકાર બિલ તો લાવી છે, પણ તેમાં છટકબારી ન રાખવામાં આવે, નાના લોકોને પકડીને વાહવાહી મેળવવાને બદલે, જે મોટી માછલી છે, જેના તાર કમલમ કે સરકાર સુધી પહોંચેલા છે તેને પકડવા માટેનો મજબૂત કાયદો બને તે માટે કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી શરૂઆત કરાઈ છે.

ADVERTISEMENT

વિપક્ષ વગરનું બનશે વિધાનસભા સત્ર
નોંધનીય છે કે વિધાનસભા સત્ર પહેલા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખીને વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું હતું. પત્ર મુજબ રાજકીય પક્ષને ચૂંટણી પંચે માન્યતા આપી હોય અને વિધાનસભામાં પક્ષના સભ્યોની સંખ્યા કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભામાં પક્ષ તરીકે માન્યતા આપી શકશે. જોકે કોંગ્રેસનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછું હોવાથી વિપક્ષ તરીકે માન્યતા મળી શકે એમ નથી. એવામાં વિધાનસભાનું સત્ર વિપક્ષ વિહોણું બનશે.

    follow whatsapp

    ADVERTISEMENT