કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
અમદાવાદ: ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રસના નેતાઓ કોંગ્રેસનો સાથ મૂકી અને અન્ય પક્ષનો સહારો લઈ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રસના નેતાઓ કોંગ્રેસનો સાથ મૂકી અને અન્ય પક્ષનો સહારો લઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં સતત રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યા છે ત્યારે નેશનલ કોંગ્રેસના પ્રમુખ પદ માટેની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે.
ગુજરાતમાં વિધનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. આ દરમિયાન અધ્યક્ષ પદની ચૂંટણી ને લઈને કોંગ્રેસ અધ્યક્ષ ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. મલ્લિકાર્જુન ખડગેનું આવતીકાલે સાંજે 5:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે.
અધ્યક્ષની ચૂંટણી માટે કરશે પ્રચાર
ગુજરાત કોંગ્રેસ દ્વારામલ્લિકાર્જુન ખડગેનું ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાંથી તેઓ સીધા જ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ગાંધીજીની પ્રતિમાના દર્શન કરશે. બીજા દિવસે તેઓ કોંગ્રેસના વિવિધ સંગઠનો અને ચૂંટણીને લગતા જેટલા પણ કાર્યકરો હશે તેમની સાથે બેઠક કરીને ચૂંટણીલક્ષીનું આગામી પ્રચાર અને આયોજન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસ દરમિયાન તે મુલાકાતના બીજા દિવસે કોંગ્રેસના નેતાઓને મળશે. આવનાર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમણે મત આપવા માટે અપીલ કરશે અને ત્યારબાદ તે પ્રેસકોન્ફરન્સ કરશે.
ADVERTISEMENT
17 ઓક્ટોબરે થશે મતદાન
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્યા બાદ 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી હતી . નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT