કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના મુદ્દે સંકલ્પ પત્રમાં બીજા શું વચન આપ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઘોષણા પત્રની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોંઘવારી, શિક્ષણ, રોજગારી સહિતા મુદ્દાઓ પર સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે કે આ સંકલ્પ પત્રને લોકોના મત લઈને વિશેષજ્ઞો અને નેતાઓની મદદ લઈને તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે કોંગ્રેસના નેતા ગામે ગામે જઈને 50 લાખ લોકોનો સંપર્ક કર્યાનો દાવો કરાયો છે, જ્યારે 10 લાખ લોકોએ મોબાઈલ અને વેબસાઈટથી પોતાના સૂચનો આપ્યા હતા.

કોંગ્રેસના ઘોષણા પત્રના મુખ્ય મુદ્દાઓ

1 મોંઘવારી
ગુજરાતની ગૃહિણીઓને મળશે રૂ.500નાં ભાવે ઘરેલું ગેસ સિલિન્ડર

ADVERTISEMENT

2 રોજગારી
નિયમિત સરકારી ભરતી કેલેન્ડર

3 શિક્ષણ
પ્રત્યેક જરૂરિયાત વિદ્યાર્થિનીને KG થી PG સુધી શૈક્ષણિક ખર્ચ પેટે રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ

ADVERTISEMENT

4 આરોગ્ય
સસ્તાં ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા

ADVERTISEMENT

5 ખેડૂતો
ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના

6 પશુપાલકો
કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ

7 માછીમારો
માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના

8 શ્રમિકો
સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ

9 ઘરના ઘર યોજના
શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર

10 પંચાયતી રાજ
પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી

11 SC/ST/OBC અને લઘુમતી સમાજ
જાતિ આધારિત વસ્તી ગણતરી, કાયમી અનામત આયોગની રચના

12 મહિલા સશક્તિકરણ
વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું

13 લોકશાહી
નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાશન

14 આર્થિક નીતિઓ
સંતુલિત ઔધોગિક નીતિ

15 વ્યાપાર ઉદ્યોગ
સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર

16 બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર
બારમાસી બંદરોનો વિકાસ

17 પર્યાવરણ
પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું

18 કલા અને સંસ્કૃતિ
મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે

કોંગ્રેસના સંકલ્પ પત્ર વિગતમાં નીચે વાંચો

૧.મોંઘવારી

  • ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500 ના ભાવે ગેસ સિલિન્ડર
  • વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
  • શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
  • દીકરીઓ માટે પ્રાઇમરીથી પીએચડી સુધી શિક્ષણ ફ્રી તથા જરૂરતમંદ પરીવારનાં દિકરાઓના શૈક્ષણીક ખર્ચ માટે રૂ. 500 થી 20,000 સુધીની શીષ્યવ્રુત્તી. 
  • ન્યાય યોજના અંતર્ગત દરેક જરુરતમંદ પરિવારોને માસીક 6,000 લેખે વાર્ષિક 72,000 રૂપીયાની સહાય. 
  • પ્રવર્તમાન શિક્ષણ ફીને સ્થિગિત કરી 25 ટકા ફી નો તાત્કાલિક ઘટાડો કરાશે
  • ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની  મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો  મફત આપવામાં આવશે
  • રાજ્ય સરકાર દ્વારા નાગરિકો પાસેથી લેવામાં આવતા તમામ ભારે ટેક્સમાં 20 ટકાનો ઘટાડો
  • ઇંન્કમટેક્ષની આવક મર્યાદામાં આવતા કર્મચારીઓ, વ્યવસાયકરો, વેપારીઓને ‘પ્રોફેશનલ ટેક્ષમાં માફી
  • દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ મહિલા, સિનિયર સિટીજન્સને માસિક રૂ. 2000 નું માસિક પેન્શન

2.રોજગાર – સ્પોર્ટ્સ

  1. સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
  2. બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
  3. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ લેબર કે આઉટસોર્સિંગના બદલે કાયમી નોકરી
  4. છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે  
  5. સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિને રોકવા અને આરોપીઓ માટે વિશેષ ભરતી ભ્રષ્ટાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
  6. નિયમિત ધોરણે ભરતીની પ્રક્રિયા માટે ભરતી કેલેન્ડર અને તેનો ચોકસાઈ ભર્યો અમલ 
  7. સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા 
  8. ફિલ્ડ માર્શલ સેમ માણેકશા મિલિટ્રી એકેડમી ની રચના, જેમાં ગુજરાતના યુવક યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન
  9. વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના – વારસાગત હુનર ધરાવનાર સમાજોના યુવાનોને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને આર્થિક સહાય. 
  10. દરેક શહેર, તાલુકા મથકે પરંપરાગત કારીગરોને સ્વરોજગારી માટે જીઆઈડીસી વસાહતોનું નિર્માણ
  11. સેવા આપનાર અને સેવા વાપરનાર તેમજ નોકરી આપનાર અને નોકરીના અરજદાર વચ્ચે સીધા સંપર્ક માટે ઈ – પોર્ટલ ની સ્થાપના 

સ્પોર્ટ્સ  નીતિ

  1. યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા – પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પોર્ટ્સ નીતિ’
  2. દરેક શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ દરેક ગામોમાં જિમ અને પ્લેગ્રાઉન્ડની વ્યવસ્થા. 
  3. રાજ્યના દરેક ગામમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે ‘ડો.વિક્રમ સારાભાઈ વાંચનાલાય’, ‘વસંતરજબ વ્યાયામશાળા’, ‘ગાંધી વિચારમંચ’ અને ‘જવાહર બાલમંચ’ શરૂ કરાશે

3. શિક્ષણ

  1. રાજયમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ વિદ્યાર્થી- વિદ્યાર્થી નીઓને ને ગુણવત્તા યુક્ત અને પરવડે તેવી ફી સાથે શિક્ષણ પ્રાપ્ત થાય અને એક પણ વિદ્યાર્થી કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ની તક થી વંચિત ના રહે તે જાતની નવી “ મહાત્મા ગાંધી સર્વગ્રાહી  શિક્ષણ નીતિ “ (Mahatma Gandhi Universal Quality and Affordable Education System) ઘડવામાં આવશે 
  2. રાજયમાં વૈશ્વિક કક્ષાનું અને આધુનિક ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં એમઆઇટી અને હાવર્ડ  યુનિ. જેવી વિશ્વ વિખ્યાત સંસ્થાઓ સાથેના જોડાણ અને એડવાન્સ અભ્યાસક્રમો ઓફર કરતી મોડેલ શૈક્ષણિક સંસ્થાઓ  સાથે ‘નોલેજ સીટી’ ની સ્થાપના       
  3. દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી 
  4. દરેક વિદ્યાર્થીને કે. જી. થી પી.જી. ગુણવત્તા યુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા – જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફી / રાહત 
  5. તમામ સમાજના જરૂરતમંદ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને કે જી થી પી જી સુધી શૈક્ષણિક ખર્ચ પેટે   રૂ.500 થી રૂ. 20000/- સુધીની શિષ્યવૃતિ
  6. શિક્ષણના વ્યાપારીકરણ પર નિયંત્રણ, રાજ્યના દરેક વિસ્તારમાં મોટાપાયે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની સરકારી / ગ્રાન્ટેડ શાળાઓ – કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓ 
  7. રાજ્યમાં ૩૦૦૦ હજાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ, . 
  8. તબીબી શિક્ષણ ના વિસ્તાર માટે ઇંદિરા પ્રિયદર્શિનિ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના માટે આયોજન 
  9. કૃષિ વિજ્ઞાન – પશુપાલન શિક્ષણ માટે નવી રાજ્યકક્ષાની ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ ની રચના 
  10. સ્કૂલ કોલેજોની ફી અને તેમાં ઉપલબ્ધ શિક્ષણનું આંતરમાળખું, સ્ટાફ, પ્લેસમેંટ વગેરે બાબતોને લક્ષમાં લઈ તેનું  ગ્રેડિંગ અને ફી નક્કી કરવા માટે ‘ફી નિર્ધારણ અને નિયમન કમિશન’ની  રચના,
  11. સંગીત – ચિત્રકલા – પી.ટી. વિષયોના શિક્ષકોની ખાલી જગ્યાઓ અને વર્ગ -૪ની ભરતી શરૂ 
  12. પછાત વિસ્તારમાં કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયો સમકક્ષ ‘મહાત્મા જ્યોતિબા ફૂલે આદર્શ નિવાસી વિદ્યાલયો’ અને ‘સાવિત્રીબાઈ ફૂલે આદર્શ નિવાસી કન્યા વિદ્યાલય’ સ્થાપના અને સહાય. 
  13. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો વ્યાપ વધારીશું, માત્ર ૧ થી 8 સુધી જ નહીં પરંતુ ધોરણ  ૯ થી 12 સુધી લાગૂ કરીશું. 
  14. તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ‘જવાહરલાલ નેહરુ એજ્યુકેશન ફાઉન્ડેશન’ ની સ્થાપના,
  15. સ્કૂલના જરૂરતમંદ  વિદ્યાર્થીઓને ફ્રી  એનડ્રોઈડ મોબાઇલ ફોન 

4. આરોગ્ય

  1. ગુજરાતની આરોગ્ય સેવાઓના નવસર્જન માટે કોંગ્રેસ કટિબધ્ધ છે. કોંગ્રેસની સરકાર બનતા જ  સામાન્ય પ્રજાના આરોગ્યના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે સરદાર પટેલ સર્વગ્રાહી આરોગ્ય નીતિ (Sardar Patel Universal Health Care Policy ) ઘડાશે.
  2. દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
  3. એમ આર આઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેન,, લેબોરેટરી વગેરે તપસ પણ વિના મૂલ્યે
  4. કીડની, હાર્ટ, લીવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત  
  5. કિફાયતી ભાવે ગુણવતાં યુક્ત દવાની ઉપલબ્ધિ માટે ‘ જનતા મેડિકલ સ્ટોર્સ’ ની ચેઈન
  6. કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાય , નિરાધાર થયેલા બાળકોને  કે.જી થી પીજી સુધી મફત, શિક્ષણ અને  21 વર્ષના થાય ત્યાં સુધી પ્રતિ માસ રૂપિયા બે હજારની સહાય
  7. કોવિડમાં નિધન પામેલા  કોરોના વોરિયર્સના પરિવારમાંથી એકને સરકારી નોકરીમાં અગ્રીમતા
  8. રાજ્યમાં તમામ વિસ્તારો ને આવરી લેતું  નિ:શુલ્ક અદ્યતન આરોગ્ય સેવાનુ નેટવર્ક
  9. દરેક ડિવિજનમાં કેન્સર,હ્રદય રોગ,કિડની, આંખ,ન્યૂરોલોજી, માનસિક અને અન્ય રોગો માટેની AIIMS કક્ષાની સુપર સ્પેશિયલીટી હોસ્પિટલો 
  10. સરકારી દવાખાના અને હોસ્પીટલમાં નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફ ની ઘટને પહોંચી વળવા અલગ    ‘રાજ્ય આરોગ્ય સેવા ભરતી કમિશન’ 
  11. ડોક્ટર્સ અને તમામ કર્મચારી માટે કોન્ટ્રાક્ટ/આઉટસોર્સિંગ પ્રથા બંધકાયમી નિમણૂંક
  12. દરેક ગામડામાં ઓછામાં ઓછા બે સ્થાનિક હેલ્થ વર્કર-નર્સની ભરતી
  13. મેડિકલ અને આરોગ્ય સેવા- શિક્ષણને સુદ્રઢ કરવા “ઇંદિરા પ્રિયદર્શિની મેડિકલ યુનિવર્સીટી’ ની સ્થાપના 

5. ખેડૂત, ખેતી, જમીન કાયદા

  1. ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે
  2. નિષ્ણાંતો અને હિતધારકોના પ્રતિનિધિત્વ સાથેના કૃષિ આયોગ – કૃષિ પંચની રચના 
  3. જમીન સંપાદન માટે 2013નો યુપીએ સરકારે બનાવેલ ખેડૂતલક્ષી જમીન સંપાદન કાયદાનો અમલ, ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોની સમીક્ષા – હાનિકારક જોગવાઇઓ રદ્દ
  4. ખેડૂતોને નુકસાન કરતા SIRનો, 2013નો પાણીનો, ૨૦૧૬નું સુધારા વિધેયક તેમજ અન્ય સંબંધિત કાયદા/ઠરાવો / નિયમોની સમીક્ષા/સુધારણા/રદ/ને સ્થાને નવા કાયદાની કાર્યવાહી 
  5. ઔદ્યોગિક હેતુ માટે ખરબા ની જમીન નો જ ઉપયોગ, ખેતીની ફળદ્રુપ જમીન સંપાદન પર રોક

સિંચાઈ

  1. સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
  2. રાજ્યના મહત્તમ વિસ્તારોને સિંચાઈથી આવરી લેવા વરસાદી પાણીના સંગ્રહ માટે હયાત ડેમોના હેઠવાસમાં, નદીના વહેંણમાં શ્રેણીબદ્ધ આડબંધ/ચેકડેમો/તળાવો બનાવવામાં આવશે.
  3. ડુંગરાળ અને ઊંચાણ વિસ્તારો માટે ચેકડેમ અને લિફ્ટ ઇરિગેશનની યોજના 
  4. ઘેડ જેવા વિસ્તારમાં જ્યાં લાંબા સમય માટે વરસાદી પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારોમાં પાણી નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરાશે – ટેકનીકલ ટાસ્ક ફોર્સ ની રચના – બજેટ ફાળવણી 

પાક વીમા યોજના – અમલ 

  1.  સરકારની જ પાક વીમા કંપની દ્વારા જ નવી પાક વીમા યોજનાનું  અમલીકરણ 
  2.  પાક વીમા યોજનામાં ઉચ્ચક ખેતી રાખનાર ગણોતીયા/ભાગીદારને આવરીને આવરી લેવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદી એમએસપી 

  1.  ટેકાના ભાવે જ ખરીદી માટે એમએસપી કાયદો બનાવવામાં આવશે. 
  2.  ખેડૂતોને ખેત પેદાશોના વ્યાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના 
  3.  કેન્દ્રના MSP લીસ્ટમાં અસમાવિષ્ટ ગુજરાતની મહત્વની ખેત પેદાશો માટે રાજ્ય MSP 

 

જમીન માપણી 

  1.  નવેસરથી જમીનની વૈજ્ઞાનીક ધોરણે માપણી, જૂની માપણી રદ કરાશે 

જમીન સંપાદન    

  1.  ૨૦૧૩ નો UPA-1 કેન્દ્ર સરકારે બનાવેલ ખેડૂતલક્ષી જમીન સંપાદન કાયદાનો અમલ 
  2.  જ્યાં વપરાશી હક્ક તરીકે ખેડૂતોની જમીન લેવાશે તેવા કિસ્સામાં અલગથી સુધારા કરાશે.

વીજળી 

  1. ખેડૂતોને દિવસ દરમિયાન દસ કલાક વીજળી

પ્રોત્સાહન

  1.  ખેત ઉત્પાદનોમાં ઉત્પાદન મુલ્ય વૃદ્ધિ માટે સ્થાનિક ખેત પેદાશ અનુસાર “એગ્રો ફૂડ પાર્ક અને એગ્રો પ્રોસેસિંગ એકમો” ની સ્થાપનાને પ્રોત્સાહન / સહાય 
  2.  જુદા જુદા વિસ્તારોમાં એગ્રો/ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની સ્થાપના માટે રૂ.૧૦૦૦૦ કરોડના ભંડોળ સાથે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન’ રચાશે. તજજ્ઞોની સહાયથી ખેડૂતોની કંપની દ્વારા જ કૃષિ ઉત્પાદનની મુલ્ય વૃદ્ધિ માટેના પ્રોસેસિંગના એકમો અને માર્કેટિંગ માટે ખેડૂતોની નોન પ્રોફિટ કંપનીઓની સ્થાપના માટે પ્રોત્સાહન / સહાય 

અન્ય 

  1. ટ્રેક્ટરની ખરીદીમાં ૧૫ ટકા સબસિડી (રૂ.25000 સુધી), ટ્રોલીને આર.ટી.ઓ.પાસીંગમાંથી મુક્તિ
    રોઝ, ભૂંડ જાનવરથી પાકને થતાં નુકસાન સામે વાયર ફેન્સીંગ માટે વ્યાપક સબસીડી 
  2. ખેડૂતોના આકસ્મિક મૃત્યુ, સર્પદંશ કિસ્સામાં રૂ. પાંચ લાખ સુધીની સહાયતા 
  3. કેમિકલ કંપની દ્વારા જળ, જમીન અને હવાને પ્રદુષિત થતી અટકાવવા  પ્રદૂષણ નિયંત્રણકાયદાનો કડક અમલ કરાશે.

6. માલધારી-પશુપાલન- ગૌ સંવર્ધન

  1. કોંગ્રેસની સરકાર બનતા જ “કામધેનુ-ગૌસંવર્ધન યોજના” હેઠળ પ્રતિવર્ષ રૂ.1000  કરોડનું બજેટ
  2. દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂ. ૫.૦ ની સબસિડી 
  3. લમ્પિ વાઇરસથી મૃત્યુ પામેલ ગૌમાતાઓના કિસ્સામાં સહાય-વળતર
  4. ઉદ્યોગો અને ખાનગી / જાહેર પ્રોજેક્ટ માટે ગૌચરની વણવપરાયેલી જમીન પરત લેવાશે
  5. પશુઓના ચારા અને ખાણ-દાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે. 
  6. માલધારી સમાજના સામાજિક – આર્થિક ઉત્કર્ષ માટે ગોપાલક વિકાસ નિગમને રૂ.૧૦૦૦/- કરોડની બજેટ ફાળવણી
  7. પશુપાલન માટે દરેક પરિવાર દીઠ ચાર ગાય ખરીદે ત્યાં સુધી પ્રતિ ગાય રૂ. 5,000/ની સબસિડી. 

7. માછીમાર-મત્સ્ય ઉદ્યોગ

  1. માછીમારોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ
  2. ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના

મત્સ્ય ઉદ્યોગ વિકાસ પ્રોત્સાહન

  1. દરેક નાના-મોટા બંદરોના ફિશ માર્કેટ/સ્ટોર્સ/પ્રોસેસિંગ/કોલ્ડ સ્ટોરેજ/ગોડાઉન ની સુવિધાઓ સાથેના ડેવલપમેન્ટ પ્લાન અને માછીમાર વ્યાપાર ઝોન ની રચના એ માટે રૂ. ૨૦૦૦/- કરોડની ફાળવણી
  2. પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળ પ્રદૂષિત કચરાને દરિયામાં છોડવા પર પ્રતિબંધ
  3. ફોરેન ફિશિંગ શિપ્સને 12 નોટિકલ માઇલ પર પ્રવેશવા પર નિયંત્રણ અને પગલાઓ

બોટ ધારકો માટે 

  1. બોટ માલિકોને વાર્ષિક 36000 લીટર સુધી ડીઝલ  અને નાની ફાઇબર બોટ-પિલાણાને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની મંજૂરી સાથે વાર્ષિક 4000 લીટર સુધીની ફાળવણી કરવામાં આવશે
  2. પાકિસ્તાનના કબજામાં રહેલ બોટના માલિકોને રૂ. ૫૦.૦ લાખ સુધીનું આર્થિક પેકેજ અને નિધન પામેલ માછીમારના પરિવારને રૂ. ૧૦.૦ લાખની સહાય. 
  3. દરિયાઈ તોફાનમાં માછીમારી બોટને થતાં નુકસાન માટે વીમાની જોગવાઈ થશે. 

માછીમાર વસાહતોનો વિકાસ 

  1. ફિશરીસ ડિપાર્ટમેન્ટમાં અલગ વિભાગ બનાવી રાજ્યની દરેક  માછીમાર વસાહતોમાં પ્રાથમિક નાગરિક સુવિધાઓ (રસ્તા, પાણી, લાઈટ, ગટર, સ્કૂલ, દવાખાનું અને મજબૂત પ્રોટેક્શન વોલ) પૂરી પડાશે. આ માટે  રૂ.૧000  કરોડની ફાળવણી

સામાજિક સુરક્ષા 

  • માછીમાર ભાઈ-બહેનો માટે દરેકને રૂ. ૧0.૦  લાખ સુધીનો આરોગ્ય વીમો અને રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. ૫.૦ લાખ સુધી અકસ્માત વીમો

8. શ્રમ કાયદા- સંગઠિત –અસંગઠિત ક્ષેત્રના કામદારો

(સરકારી–અર્ધ સરકારી કર્મચારી, એડવોકેટ્સ– શિક્ષકો –અધ્યાપકો –પત્રકારો)

શ્રમ કાયદાઓ

  1. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ચાર લેબર કોડ ના અમલીકરણ અંગે કામદારોના હિતમાં કરેલા સુધારા પુરતો જ અમલ 
  2. ફડચામાં ગયેલ બંધ કંપનીઓમાંના કામદારોના લ્હેણાંની ઝડપી વસુલાત અને એનસીએલ.ટી / ડીઆરટી માં કામદારોના હિતની રક્ષા માટે રાજ્ય સરકારની દરમ્યાનગીરી / કાયદાઓમાં જરૂરી સુધારા માટે કાર્યવાહી   
  3. મજૂર કાયદાઓના અસરકારક અમલની સાથે કામની જગ્યાએ સલામતી માટે સુદ્રઢ મોનીટરીંગ 
  4. લેબર કોર્ટને ફાસ્ટ ટ્રેક કરાશે. ત્રણ માસમાં ચુકાદો મળે તે માટે જરુરી કાર્યવાહી કરાશે. 
  5. કોન્ટ્રેકટ કામદારોને મજૂર કાયદાઓનો લાભ જેમ કે પી.એફ. / ઈ.એસ.આઈ. /બોનસ નો લાભ મળે તેવી વ્યવસ્થા તેમજ “સમાન કામ – સમાન વેતન” નો અમલ 
  6. ઔદ્યોગિક વસાહતો અને શહેરોમાં મજદૂર વસાહતોમાં “ઇન્દિરા ગાંધી અન્નપુર્ણા યોજના” હેઠળ રૂ..૮/- માં ભોજન માટે કેન્ટીનો 
  7. શ્રમિકોનું શોષણ અટકાવવા હાલની જનભાગીદારી નીતિની સમીક્ષા

સરકારી-અર્ધ સરકારી કર્મચારી

  1. તમામ વર્ગના કર્મચારીઓ માટે જૂની પેન્શન (OPS) યોજના લાગુ 
  2. સરકારી /અર્ધ સરકારી/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સહિતના તમામ ખાતામાં કોન્ટ્રાક્ટ લેબર, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારની પ્રથા નાબૂદ 
  3. છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે  
  4. સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓના નિધનના કિસ્સામાં વારસદારોને રહેમરાહે નોકરી
  5. જ્યાં સુધી ઉપરોક્ત  કાયમી ભરતી પ્રથાનો  સંપૂર્ણ અમલ થઈ શક્યો ન હોય ત્યાં સુધી આ તમામ કર્મચારીઓના ખાતામાં સીધા સરકારી ચેકથી પગારની ચુકવણી તેમજ તમામ મજૂર કાયદાનો અમલ કરવામાં આવશે.
  6. નિવૃત કર્મચારીઓ-અધિકારીઓને વારંવારની કરાર અધારિત નિમણૂંકો બંધ
  7. ઔદ્યોગિક વસાહતો અને શહેરોમાં મજદૂર વસાહતોમાં “ઇન્દિરા ગાંધી અન્નપુર્ણા યોજના” હેઠળ રૂ..૮/- માં ભોજન માટે કેન્ટીનો 

આશા વર્કરો, આંગણવાડી, મધ્યાહન ભોજન કર્મચારી, પાર્ટ ટાઇમ કર્મચારીઓ 

  1. આશા વર્કર, મધ્યાહન ભોજન કર્મચારી અને તમામ સરકારી-અર્ધ સરકારી પાર્ટ ટાઇમ કર્મચારીઓને મોંઘવારી આંક સાથે લિન્ક કરેલ લઘુતમ વેતન આધારિત સન્માનજનક વેતન અપાશે
  2. આ તમામ કર્મચારીઓને મજૂર કાયદાઓનું બોનસ, પીએફ,ગ્રેચ્યુટી અને રજાઓનો લાભ અપાશે 
  3. તમામને રાજીવ ગાંધી આકસ્મિક વીમા યોજના હેઠળ રૂ. ૫.0 લાખનો વીમો , આરોગ્ય માટે રૂ.૧૦ લાખ સુધીની સરકારી હોસ્પિટલમાં ફ્રી સારવાર / તપાસ / દવા અને ફ્રી કન્યા શિક્ષણ તેમજ દીકરાઓ માટે પરવડે તેવી ફી માટેની ફી રાહત નો લાભ આપવામાં આવશે 

એડવોકેટસ

  1. એડવોકેટ પર થતા હુમલા અને રક્ષણ માટે “એડવોકેટ પ્રોટેક્શન એક્ટ “ બનાવાશે
  2. એડવોકેટસ લેબર વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવશે.  

શિક્ષકો –અધ્યાપકો

  1. ખાનગી શાળાઓના શિક્ષકો માટે પે સ્કેલ નક્કી કરાશે
  2. સરકારી, અર્ધ સરકારી શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી બંધ

પત્રકારો જર્નાલિસ્ટ 

  1. પત્રકારો-જર્નાલિસ્ટ માટે તેમના પર થતા હુમલા અને સુરક્ષા માટે “ જર્નાલિસ્ટ પ્રોટેક્શન એક્ટ” બનાવાશે
  2. અગાઉ પત્રકાર કોલોની માટે અપાતી જમીન,/ મકાન ફાળવળી /લોન ફરી શરૂ કરાશે.
  3. પત્રકારોના લાભાર્થે પત્રકાર વેલ્ફેર બોર્ડની રચના કરાશે. 

                         અસંગઠિત ક્ષેત્રના કામદારો

(સ્વરોજગારીતો -મજદૂરો, અગરીયા, ઘરકામ શ્રમિકો, બાંધકામ શ્રમિકો ,

રિક્ષા ચાલકો,  રત્ન કલાકારો ,  એસટી કર્મચારીઓ) 

સ્વરોજ્ગરીતો – મજદૂરોં

  1. આખા ગુજરાતમાં લારી, પાથરણા, ફેરિયા ભાઈઓને તંત્રની કનડગત અને  હપ્તા રાજ તેમજ ધંધાની અસલામતી ના ભય માંથી મુક્ત કરાશે. 
  2. અસંગઠિત કામદારો અને સ્વરોજ્ગરીતોના  આર્થિક વિકાસ માટે ‘ડો. બાબાસાહેબ આંબેડકર  શ્રમિક વેલ્ફેર બોર્ડ’ ની  રચના અને  રૂ.૫૦૦૦/- કરોડની ફાળવણી 
  3. સ્વરોજગાર ક્ષેત્રના લારી ગલ્લાં, પાથરણાં, રીક્ષા ચાલક, કડિયા-સુથાર જેવા અને અન્ય તમામ સ્વરોજ્ગરીતો ને ગ્રીન શ્રમિક ઓળખકાર્ડ અને તે જ રીતે છૂટક મજદૂરી કરતાં તમામ ભાઈ-બહેનોને બ્લ્યુ શ્રમિક ઓળખકાર્ડ અપાશે. 
  4. તમામ શ્રમિક કાર્ડ ધારકોને સરકારી દવાખાનામાં રૂ. ૧૦.૦ લાખ સુધીની ફ્રી સારવાર, તપાસ, દવા અને રૂ. ૫.૦ લાખનો અકસ્માત વીમો મળશે.
  5. રોજનું કમાઈને રોજ ખાનાર હોય તેવી વ્યક્તિને અકસ્માત કે સર્જરીના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે રૂ.૨૫૦૦૦/- સુધીની સીધી સહાય 
  6. વ્યાજખોરોના ત્રાસ માંથી મુક્ત કરાવવા “સાહુકાર ધારા” નો અસરકારક અમલ

અગરીયા 

  1. અગરિયાઓ માટે સહકારી સંસ્થા બનાવી કાયદેસરનું સ્ટેટ્સ અપાશે
  2. ઘુડખર આરક્ષિત ઝોનમાં મીઠા અગર માટે જરૂરી મંજૂરી સરળ બનાવવા માટે કાર્યવાહી
  3. સોલાર પંપ – સોલાર લાઈટ માટે સબસીડી અને હળવી શરતની લોન અપાશે. 
  4. અગરીયઓની પ્રાથમિક સુવિધા માટે પાકા મકાન, બાળકોને શિક્ષણ અને આરોગ્યની સગવડો અપાશે
  5. અગરિયાઓને પીવાના પાણી માટે રણમાં આરઓ કિઓસ્ક બનાવાશે

બાંધકામ શ્રમિક 

  1. બાંધકામ શ્રમિક બોર્ડ પાસે જમા તમામ રકમનો શ્રમિકોના કલ્યાણ માટે ઉપયોગ કરાશે. 
  2. શહેરી બેરોજગાર બાંધકામ શ્રમિકોને પ્રસ્તાવિત ઇંદિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ આવરી લેવામાં આવશે.  
  3. નોંધાયેલા શ્રમિકોને પોતાનું મકાન બનાવવા/રીપેર કરવા રૂ.૨.૦ લાખ સુધીની લોન / સહાય 
  4. અન્નપુર્ણા યોજનાનો લાભ નહીં મેળવવા માંગતા શ્રમિકોને અવેજમાં અનાજની કૂપન મળશે. 
  5. બાંધકામ કલ્યાણ બોર્ડમાં હિત ધારકો / કામદારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.

રીક્ષા –  ટેક્ષી ચાલકો 

  1. રાજ્યમાં રીક્ષા-ટેક્ષી ચાલકોના સામાજિક/આર્થિક ઉત્થાન માટે “રીક્ષા ચાલક વેલ્ફેર બોર્ડ” રચાશે  
  2. રિક્ષાચાલકોના ડ્રાયવીંગ લાયસન્સ અને બેઝ માટે આર.ટી.ઓ. ના નિયમોની પુનઃ સમીક્ષા કરાશે.
  3. ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા રીક્ષા ટેમ્પો ને કરાતા આકરા દંડની જોગવાઈઓની સમીક્ષા કરાશે તેમજ મોટર વિહિકલ એકટ ની કલમ ૧૮૩, ૧૮૯ નો દુરુપયોગ બંધ કરાશે.
  4. પેસેન્જર રીક્ષા માટે શહેરી વિસ્તારોમાં જુદા જુદા સ્થળે સત્તાવાર રીક્ષા સ્ટેન્ડ બનાવાશે. 
  5. ઓટો ફાઈનાન્સ કંપની ના લોન માટેના દસ્તાવેજો ડ્રાઈવરો સમજી/વાંચી શકે તેવી ભાષામાં તૈયાર કરવા નિયમો બનાવાશે.
  6. ઓટોરીક્ષા ધિરાણને પણ શાહુકાર ધારો લાગુ પડી ઊંચા વ્યાજ/પેનલ્ટી પર રોક લગાવશે. રીક્ષા ડ્રાઈવરોને સોફ્ટ સ્કીલ અને પેસેન્જરો સાથેના વ્યવહાર માટે તાલીમ ની વ્યવસ્થા  

રત્ન કલાકાર 

  1. હીરા ઉદ્યોગના શ્રમિકોને માટે ગુજરાત રત્ન કલાકાર વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવશે.
  2. રત્ન કલાકારોની સામાજિક સુરક્ષા માટે તેઓને રજા, બોનસ, પી.એફ., ગ્રેચ્યુટી, લે ઓફ વળતર મળે તેમજ સલામતી / અકસ્માત વળતર મળે તે માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવશે.  

એસ.ટી. કોર્પોરેશન કર્મચારીઓ  

  1. સ્ટેટ – મ્યુનિસિપલ પરિવહનમાં તમામ કામ માટે કોન્ટ્રેકટ સીસ્ટમ દૂર કરી કાયમી ભરતી કરાશે. 
  2. એસ.ટી કર્મચારીઓને પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
  3. ફરજ પર નિધન પામનાર કંડકટર – ડ્રાયવર ના પરિવારને રહેમરાહે નોકરી મળશે. 
  4. એસ.ટી. ના કર્મચારીઓના પ્રશ્નોના નિકાલ માટે મેનેજમેન્ટ અને કર્મચારીઓની સંકલન સમિતિ’ ની  રચના કરાશે. તેમજ પેસેન્જર પ્રશ્નોના નિકાલ માટે ‘પેસેન્જર સલાહકાર સમિતિ’ બનાવાશે. 
  5. કુશળ અને બિનકુશળ રોજમદાર શ્રમિકને લઘુતમ વેતન અપાશે. 

9. શહેરી વિકાસ–પ્રાથમિક નાગરિક  સુવિધાઓ – આવાસ –ઘરનું ઘર –

શહેરી વિકાસ

  • આ પડકારોના સામના માટે કોંગ્રેસ્ની  સરકાર – જનતાની સરકાર શહેરના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આવતા 25 વર્ષની જરૂરિયાતનો પ્લાન અને તેના સમયબદ્ધ અમલીકરણ નો નક્શો તૈયાર કરશે. આના ભાગ રૂપે  આગામી પાંચ વર્ષમાં દરેક શહેરોમાં – દરેક  વિસ્તારમાં …..

નાગરિક સુવિધાઓ :-

  1. શાક માર્કેટ્સ, પથરાણ બજાર, લારી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, પબ્લિક ટોઇલેટસ, પે અને પાર્ક સુવિધા ,
  2. દરેક ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ , ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ, સ્વિમિંગપૂલ્સ ,,એમ્યુઝમેન્ટ પાર્ક
  3. દરેક નવા વિકસિત વિસ્તારમાં ટીપી સ્કીમમાં ઉપરોક્ત હેતુઓ માટે વિસ્તારવાર પ્લોટ્સ રિઝર્વ કરી આગોતરું આયોજન – દરેક મહાનગરપાલિકાના વોર્ડમાં રિટેલ ઝોન વિકસાવાશે.
  4. જળ સંચયની  સુવિધા માટે  ટીપી સ્કીમમાં  શહેરી તળાવોનું આયોજન કરાશે
  5. શહેરો અને ગામમાં દરેક વિસ્તારમાં રમત ગમત માટે સાર્વજનિક હેતુ ખુલ્લા પ્લોટનું આયોજન 
  6. મોટા શહેરોમાં પ્રાથમિક સુવીધાઑની સમસ્યાના નિકાલ માટે યોગ્યઅનુભવી એજન્સીની નિયુક્તિ અને યુદ્ધના ધોરણે સર્વે તથા કામગીરી હાથ ધરાશે
  7. પે એંન્ડ યુઝ ચાર્જિસને રહેવાસીઓને પરવડે તેવા નિશ્ચિત કરવામાં આવશે.આવશે
  8. ગુણવત્તાયુક્ત કામ માટે લોક ભાગીદારી સુનિશ્ચિત કરાશે. 

રાહદારીઓ માટે 

  1. શહેરોમાં યોગ્ય અંતરે મહિલા અને પુરુષો માટે ટોઇલટની વ્યવસ્થા 

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા  

  1. નવી ટી.પી.સ્કીમમાં પાર્કિંગની વ્યવસ્થા  ઉપરાંત ગીચ વસ્તી  વિસ્તારોમાં પાર્કીંગ ની સુવિધા 

ગાર્ડન કોમ્યુનીટી સેન્ટર તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ 

  1. સામાજિક પ્રસંગો માટે મોટા શહેરો /નગરપાલિકાઓમાં નવા કોમ્યુનીટી હોલ- પાર્ટી પ્લોટ બનાવાશે

પ્રજાકીય ફરિયાદોનો નિકાલ 

  1. પ્રજાકીય ફરિયાદોના કાર્યક્ષમ સમયબધ્ધ્ નિકાલ માટે સિટીઝાન ચાર્ટરનો વ્યાપ વધારી તેના અસરકારક અમલ માટે  આરટીઆઇની તર્જ પર ” નાગરિક  અધિકાર  કમિશન” ની રચના 
  2. દરેક વોર્ડ અને વિભાગોમાં જન  ભાગીદારી માટે ” નાગરિક સલાહકાર સમિતિ” ઓની રચના 

અન્ય

    1. ગુજરાત સરકારે હાઉસીંગ સોસાયચીઓ માટે 1982 થી 2001 દરમ્યાન જે જે ફ્લેટ એલોટમેન્ટ કે પઝેશનથી એલોટ થયા હોય એ તમામ ફ્લેટના માલિકોએ  તે સમયની જંત્રી અને પેનલ્ટી ભરવાનું જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરાશે..
  • સ્ટેમ્પ પેપર/ પાવર ઓફ એટર્નીથી અસ્તિત્વમાં આવેલ 50 વાર સુધીના  આવાસો- સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરાશે.

                                  ઘરનું ઘર – આવાસ 

  1. કોંગ્રેસના શાસનનમાં મહાનગરપાલિકાઓમાં ઝૂંપડાવાસી અને ગરીબોને આગામી પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં 25 લાખ મકાનોનું નિર્માણ
  2. કોંગ્રેસની સરકારનો બહેનોને ઘરનું ઘર મળે તે માટે આગામી પાંચ વર્ષનો મુખ્ય ધ્યેય બની રહેશે.
  3. આગામી પાંચ વર્ષમાં  શહેરી વિસ્તારમાં રાજીવ ગાંધી આવાસ હેઠળ 25 લાખ અને ગ્રામિણ વિસ્તારમાં  ઇન્દિરા આવાસ હેઠળ 10 લાખથી વધુ મકોનું નિર્માણ કરાશે.કોંગ્રેસ 8 મહાનરપાલિકા અને  156 નગરપાલિકાઓમાં તથા 18 હજાર ગામોમાં ગૃહિણીના નામે ઘરનું ઘર આપશે
  4. પોતાનું મકાન નથી એવા તમામ રેશનકાર્ડધારકોને  ઘરનું ઘર આપવા ગુજરાત હાઉસિંગ બોર્ડને સક્રિય કરાશે.
  5. તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 31-12-2022 સુધીમાં  ઝૂંપડા-ચાલીમાં વસવાટ કરતાં તમામ પરિવારોનો સર્વે કરીને પુખ્ત પરિણિત પુત્રને અલગ એકમ ગણાને નોંધણી કરાશે
     ઉપરાંત ફાળવણી માટેના વ્યવહારૂ ધોરણો નક્કી કરાશે. તે માટે અલગ કેટેગરીનું લિસ્ટ બનાવી જાહેર કરાશે.
  6. છેલ્લાં 30 વર્ષમાં ટીપી અમલીકરણ અને  વિવિધ પ્રોજેક્ટના કારણે બેઘર કરી દેવાયેલા ઝુંપડાવાસીઓને નવા આવાસોની ફાળવણીમાં  પ્રાથમિકતા અપાશે.
  7. ગામ તળમાં વસવાટ કરતાં ભૂમિહીન પરિવારોને વસવાટના હક્ક આપી ગ્રામ્ય વિસ્તારમાં ખરાબાની જમીન  અપાશે.  
  8. લો ઇન્કમ ગ્રુપના આવાસોમાં  શક્ય હોય ત્યાં સુધી ચાર માળના લો રાઇઝ મકાનો બનાવાશે.
  9. સરકારી અર્ધ સરકારી અને યુએલસીની જમીન ઉપર વસવાટ કરતાં ઝૂંપડાવાસીઓને શક્ય હોય ત્યાં સુધી તે જ સ્થળે પુનઃવસવાટ કરવામા આવશે. અન્યથા વૈક્લ્પિક જગ્યા ફાળવાશે.
  10. સરકારી અર્ધ સરકારા માલિકીની જમીનમાં રિ-ડેવલોપમેન્ટની હાલની યોજનામાં  ફાજલ થતી જમીનનો ઉપયોગ પણ ગરીબ-નબળા વર્ગના આવાસો માટે જ કરાશે.
  11. 50 વર્ષ સુધી ટકાઉ રહે તેવા આવાસોની ડિઝાઇન બનાવવામાં આવસે
  12.  હિતધારકોની ભાગીદારી સાથેનું સુપરવિઝન દાખલ કરાશે.
  13. જનભાગીદારી યોજનાઓની સમીક્ષા અને બિલ્ડરોને જમીન આપી દેવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગ કરાશે
  14. બીજી કોઇ શરતો સાથે જોડ્યા વગર 25 ચોરસ મીટર સુધીના રહેણાકો માટે વીજળીનું કનેક્શન ઓન ડિમાન્ડ આપવામાં આવશે.

ઈડબલ્યુએસ – સ્લમ ક્વાટર્સ – એલઆઇજી – સીએમએવાય

– પીએમએવાય– જેએનયુઆરએમ આવાસોની જાળવણી – મરામત – સુવિધા

  1. આ આવાસોના મેઇન્ટેન્સની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન-મ્યુનિસિપાલિટી સંભાળશે અને ખર્ચ માટે પ્રોપર્ટી ટેક્સમાં અન્યથા માસિક રીતે રકમ લાઇટબિલમાં ઉઘરાવવાની વ્યવસ્થા કરાશે.
  2. જનભાગીદારી યોજનાનું  રિવ્યુ કરી બિલ્ડરોને જમીન આપવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. 
  3. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણાનો સર્વે, યાદીની ચકાસણી અને સરળ પરવડે તેવા ડાઉન પેમેન્ટ, સબસીડી, રાહત દરે વ્યાજ અને હપ્તા આપવામાં આવશે. 
  4. ઇ.ડબ્લ્યુ.એસ-એલઆઇજી આવાસમાં સમાજના તમામ નાગરિકોને સબસીડીની ચુકવણી કરાશે.
  5. ગ્રામિણ-શહેરી વિસ્તારમાં સરકારી/અર્ધ સરકારી જમીનો પર વસવાટ કરતાં નાગરિકો અને નાના ધંધાર્થીઓને સ્થળ ઉપર-વૈક્લ્પિક વ્યવસ્થા/જગ્યા  – આપવામાં આવશે 
  6. રિડેવલપમેન્ટ માટે 75 ટકા રહિશોની  નોટરાઇઝડ સંમતિ ફરજિયાત કરાશે  તેમ જ રિડેવલ— —- પમેન્ટની જરૂરિયાત માટે નામાંકિત  સ્ટ્રકચર ઇજનેર-સંસ્થાના પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. 
  7. દરેક શહેરમાં ઘરવિહોણા, ચાલી, ઝુંપડાવાસીઓનો મતદાર યાદી સર્વે પેટર્ન પર સર્વેની ચોકસાઇ કરાશે.
  8. સરકારી જમીન પર વસવાટ કરતાં ઝૂંપડાવાસીઓને બે-ઘર કરવામાં નહીં આવે. તેઓ પાત્રતા ધરાવતા હોય તે વિકલ્પે જગ્યા આપાશે. અન્યથા તેઓને બીજી જગ્યાએ પ્રાથમિક સુવિધાઓ સાથે સ્થળાંતરિત કરાશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ 

  1. શહેરોમાં બિ.આર.ટી.એસ. રૂટની પુનઃ સમીક્ષા કરીને નવી બસો ઉમેરાશે. 
  2. તમામ મહત્વના શહેરોમાં શહેરી બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરાશે. 
  3. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને સ્વચ્છ સલામત અને સગવડભરી મુસાફરી કિફાયતી ભાડાથી સામાન્ય પ્રજાની પસંદ તરીકે વિકસાવવામાં આવશે. 
  4. ગ્રામીણ રીક્ષા છકડાને  સલામત ડીઝાઇન સાથે કાયદેસરતા આપવામાં આવશે અને તેમને હપ્તા રાજમાંથી મુક્ત કરાશે.

10. પંચાયતી રાજ- ગ્રામ વિકાસ –મહેસૂલ – સહકાર

પંચાયતી રાજ

  1. પંચાયતી રાજ ને સુદ્રઢ કરવા “રાજીવ ગાંધી પંચાયતી રાજ સુધારણા અને સુદ્રઢીકરણ સમિતિ” ની રચના કરાશે. 
  2. તાલુકા અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને માનદ વેતન અપાશે. 
  3. ભૂમિહીન ગ્રામીણ મજૂરોને ઘરથાળના પ્લોટ અપાશે. 
  4. પંચાયત – નગરપાલિકાના તમામ વર્ગના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે. 

ગ્રામ વિકાસ

  • ‘મહાત્મા ગાંધી ગ્રામીણ ઉદ્યોગ યોજના’ હેઠળ ગ્રામ્ય રોજગારીનું સર્જન કરાશે.  
  • બંધારણના ૭૩ માં સુધારણા અનુસાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને સાચા અર્થમાં “ત્રીજી સરકાર” બનાવાશે. 

સહકાર

  1. ચોક્કસ સભ્ય સંખ્યા / ટર્નઓવર ધરાવતી સંસ્થાઓના કર્મચારીઓની ભરતી માટે સ્વાયત રાજ્ય  સહકારી કર્મચારી ભરતી બોર્ડ બનાવવામાં આવશે. 

મહેસૂલ

    1. કુટુંબના વિભાજન સાથે માલિકી હક્કની એન્ટ્રીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. 
  • મહેસૂલ ખાતામાં થતાં વિલંબ અને કનડગતને નિવારવા જિલ્લા સ્લેક્ટર દ્વારા  પ્રતિ માસ “ લોક દરબાર,”  આયોજિત કરવામાં આવશે.
  • સમગ્ર મેહ્સુલ અને જમીન કાયદાઓનો સર્વગ્રાહી રીવ્યુ જરૂરી બનેલ છે, ઉપરોક્ત ધ્યેયોને લક્ષ્યમાં રાખી ‘રાજ્ય જમીન કાયદા સુધારણા કમીશનની રચના’ કરવામાં આવશે. 
  • મહેસુલના દરની સમીક્ષા કરવામાં આવશે. નાની રકમના મેહ્સુલની માફી માટે વિચારના કરવામાં આવશે. 

11. સમાજ કલ્યાણ – સશક્તિકરણ-

અન્ય પછાત જાતિ ( ઓબીસી) – એનટી-ડીએનટી , અનુસુચિત જાતિ – અનુસુચિત જન જાતિ –

ઇબીસી –  લઘૂમતી અને ભાષાકીય લઘૂમતી – દિવ્યાંગ – સીનિયર સીટીઝન્સ

અન્ય પછાત જાતિ ( ઓબીસી)

બંધારણીય અધિકાર 

  1. ગુજરાતના વંચિત અને શોષિત સમાજના લોકોના કલ્યાણ માટે અને વિવાદોના કાયમી નિવારણ હેતુ કોંગ્રેસ સરકાર કાયમી “અનામત આયોગ” ની રચના કરશે. 
  2. જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કાર્યવાહી  કરાશે. 
  3. આ સમાજની વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચુંટણીમાં આ સમાજના લોકોને માટે  ભાજપ દ્વારા રદ કરવામાં આવેલ અનામત પુનઃ લાગુ કરાશે.  
  4. આ સમાજના સર્વાંગી વિકાસ માટે વસ્તીના ધોરણે બજેટ ફાળવાશે અને તેને સબ પ્લાનની જોગવાઈ લાગુ કરાશે. 

સામાજિક સશક્તિકરણ

  1. ઓબીસી ના જુદા જુદા સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે પછાત વર્ગ વિકાસ નિગમને રૂ. ૧૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવાશે તેમાંથી ૨૦ ટકા રકમ એન.ટી.ડી.એન.ટી. સમાજ માટે અને અન્ય સમાજોના નિગમોને આપવામાં આવશે. 
  2. અઢાર વર્ષ પૂર્ણ કરેલ દીકરીઓને લગ્નપ્રસંગે  મંગલસૂત્ર માટે રૂ. ૨૫૦૦૦ ની રકમ  અને 
  3. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.૫૧૦૦૦ ની સહાય અપાશે.

નોકરી – રોજગાર 

  1. સરકારી નોકરીઓમાં નોકરીના રોસ્ટર ક્રમ અને ભરતીની સમીક્ષા દ્વારા પૂર્વવત સ્થિતિ બનાવાશે
  2. અર્ધ સરકારી સંસ્થા/જાહેર સાહસો /સરકારની માલિકીની / પેટા કંપનીઓ /સહકારી ક્ષેત્રમાં માં અનામતનો અમલ કરાશે. 
  3. વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના વારસાગત હુનર ધરાવનાર સમાજોના યુવાનોને હુનર વિકાસ માટે પ્રોત્સાહનો અને આર્થિક સહાય 

જમીન મકાન ફાળવણી 

  1. પાકા મકાનો બાંધવા માટે રૂ. ૩.૦ લાખ સુધીની લોન / સહાય  અપાશે. 

શિક્ષણ – આરોગ્ય

  1. આ સમાજની સાર્વજનિક  સ્કૂલ, કોલેજ , નિવાસી શાળા, છાત્રાલય, ના નિર્માણ માટે રાહત દરે જમીન ,હળવા દર ની લોન અને સહાય

એન.ટી.ડી.એન.ટી.

  1. કેન્દ્રની જાતિની યાદીમાં “દેવીપૂજક” શબ્દ ઉમેરાય એ માટે કાર્યવાહી 

રહેણાંક

  1. વિચરતી-વિમુક્ત જાતિના ઘરવિહોણા પરિવારોને પ્લોટ અને આવાસની વ્યવસ્થા અપાશે
  2. આ સમાજના ઝૂંપડામાં રહેતા લોકોને પાકા મકાનો બનાવી અપાશે. 

રોજગાર – વ્યવસાય 

  1. કોંગ્રેસ સરકાર દ્વારા બનાવાયેલ સ્ટ્રીટ વેન્ડર્સ એકટ લાગુ કરાશે. 

અનુસુચિત જાતિ

બંધારણીય અધિકાર 

  • રાજ્યમાં સામાજીક ન્યાય અને અધિકાર માટે એસસી કમિશનની રચના.
  1. ઊના (મોટા સમઢિયાળા) જેવા અત્યાચારના કેસમાં કેસોની તપાસ માટે સીટની રચના,  
  2. દોષિતોને સજા અને અસરગ્રસ્તોને ન્યાય અપાશે 
  3. માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રથાને નાબૂદ કરાશે
  4. ગટર સફાઈ માટે આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ 

સબસેમ પ્લાન બજેટ ફાળવણી – સામાજિક ન્યાય 

  1. રાજ્યના બજેટમાં અનુસુચિત  જાતિના માટે કુલ બજેટમાં સાત ટકા રકમ અનામત રખાશે.

સામાજિક સશક્તિકરણ

  1. અઢાર વર્ષ પૂર્ણ કરેલ દીકરીઓને લગ્નપ્રસંગે  મંગલસૂત્ર માટે રૂ. ૨૫૦૦૦ ની રકમ  અને 
  2. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.૫૧૦૦૦ ની સહાય અપાશે.
  3. દલિત વિસ્તારોમાં સામાજીક પ્રસંગો માટે આંબેડકર  હોલનું નિર્માણ
  4. દલિત સાહિત્યકારો તેમજ કલાકારોને અપાતી ગ્રાન્ટની સમીક્ષા કરી વધારો થશે
  5.  ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારો દલિત સાહિત્યના પ્રચાર માટે સહયોગ

જમીન –મકાન ફાળવણી 

  1. જમીન વિહોણા દલિતોને ખેતીલાયક જમીન અને ઘર વિહોણા દલિતોને ઘરથાણની જમીન/પાકા આવાસોની  વિના મૂલ્યે ફાળવણી, 
  2. ઇન્દિરા આવાસ અને આંબેડકર આવાસની રકમ વધારીને ત્રણ લાખ સુધી કરાશે

શિક્ષણ અને આરોગ્ય 

  1. જરૂરતમંદ વિદ્યર્થીઓને શિક્ષણ ખર્ચ માટે રૂ. ૫૦૦/- થી 20,૦૦૦/- ની સ્કોલરશીપ અપાશે

સફાઈ કામદારો-વાલ્મિકી સમાજના હક્કોનું રક્ષણ

  1. પાંચ વર્ષથી હંગામી ફરજ બજાવતા તમામ સફાઈ કામદારોને કાયમી કરાશે
  2. સમગ્ર રાજ્યમાં વસતીના ધોરણે સફાઈ કામદારોનું નવું મહેકમ ઉભું કરાશે

અનુસૂચિત જનજાતિ (ST) 

બંધારણીય અધિકાર 

  • આદિવાસી જિલ્લાઓમાં સેડ્યુઅલ – 5 ની જોગવાઈનો આદિવાસીઓના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અમલ કરવામાં આવશે.
  • ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે વપરાતા “વનવાસી” અને ‘ વનબંધુ ‘  શબ્ડો ને      સરકારની તમામ યોજના અને  રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે.
  • વિવિધ પ્રોજેક્ટ માટે વિસ્થાપિત થતાં નાગરિકોની સંપાદન કરાતી જમીનનું  સમયબદ્ધ કાયદેસરનું  વળતર  અને પુનઃવસન માટે “ગુજરાત રિહબિલિટેશન એક્ટ“ બનાવવામાં આવશે. 
  • આદિવાસીઓના બંધારણીય અને આની કાયદાઓની જોગવાઇઓ પર તરાપ મારતા અન્ય  કાયદાઓ અને ઠરાવોને  રદ્દ કરવામા આવશે. આવા એક કાયદો “ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એંડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ” ને રદ કરવામાં આવશે. 
  • ટ્રાઇબલ કાઉન્સિલના ચેરમેન તરીકે ટ્રાઇબલ ધારાસભ્યની નિમણૂંક કરવામાં આવશે.

સબસેમ પ્લાન બજેટ ફાળવણી સામાજિક ન્યાય

  1. આદિવાસી વસતીના પ્રમાણમાં કુલ બજેટમાં 14 ટકા રકમ અનામત રખાશે અને સબપ્લાનમાં પૂરતા પ્રમાણમાં રકમ ફાળવવામાં આવશે, 

સામાજિક સશક્તિકરણ

  • આદિવાસી વિકાસ કોર્પોરેશનને ફરી કાર્યરત કરાશે, આદિવાસી સમાજ ના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે આ નિગમને રૂ. 2500 કરોડની ફાળવાળી કરવામાં આવશે 
  1. પછાત માં અતિપછાત અને ગરીબમાં અતિગરીબ પરિવારોને સમાજ કલ્યાણ યોજનાઓ અને ભરતીમાં ચડતા કર્મથી અગ્રીમતા આપી અંત્યોદયના સિદ્ધાંતનો અમલ કરાશે.
  2. શૈક્ષણિક અને અન્ય સરકારી યોજનામાં આવક મર્યાદા પાંચ લાખ સુધી કરાશે

નોકરી-વ્યવસાય

  1. અર્ધ સરકારી સંસ્થા/જાહેર સાહસો /સરકારની માલિકીની / પેટા કંપનીઓ /સહકારી ક્ષેત્રમાં માં અનામતનો અમલ કરાશે. 
  2. સરકારી / અર્ધ સરકારી કર્મચારીઓની ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા / આઉટ સોર્સિંગ નાબૂદ કરી કાયમી ભરતી કરાશે અને 
  3. વનઉપજના પ્રચાર અને વેચાણ માટે ‘ગુજરાત વન ઉપજ’ નામનું ઈ-પ્લેટફોર્મ બનાવાશે
  4. અમુલની તર્જ પર બામ્બુ અને પેપર મિલના મધ્યમથી મોટી સ્ંખ્યમા રોજગારી સર્જનના પ્રયાસ  કરવામાં આવશે.

જમીન –મકાન  ફાળવણી/વારસાઈ/આવાસ/પુનઃસ્થાપન

  • ગામથળ /ખરાબાની/જંગલની  જમીન પર વર્ષોથી રહેતા આદિવાસીઓને રહેણાકનો /માલિકીનો હક નિયમિત કરાશે, આદિવાસી ઘર વિહોણા પરિવારોને 2027 સુધીમાં પાકુ મકાન

હળપતિ આવાસ 

  • હળપતિ વિકાસ બોર્ડને ફરી શરૂ કરાશે અને તેને બજેટથી રૂ. 1000 કરોડની ફાળવાળી કરાશે.જેનો ઉપયોગ હળપતિ આવાસના નિર્માણ માટે મુખ્યત્વે કરવામાં આવશે.

શિક્ષણ અને આરોગ્ય

  1. આ સ્કૂલ, કોલેજ, છાત્રાલય માટે સ્ટાફ અને શિક્ષકોની ભરતી કરાશે
  2. આ સમાજના છાત્રોને વિદેશ અભ્યાસ માટે સ્કોલરશિપ લોન અપાશે
  3. આ સમાજના તેજસ્વી તારલાઓ માટે જ્યોતિબાફૂલે શિષ્યવૃત્તિની જોગવાઇ કરાશે

અન્ય 

  1. વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટની જાહેર રજા નિશિત કરવા  માટે કાર્યવાહી  કરવામાં આવશે

દિવ્યાંગોનો ઉત્કર્ષ

  1. દિવ્યાંગોને સરકારી- ખાનગી સંસ્થાઓમાં નોકરી માટે 4% અનામત
  1.  “અષ્ટાવ્રક દિવ્યાંગ યોજના” હેઠળ સ્વરોજગાર માટે 50 % સબસિડી લોન
  2. દિવ્યાંગો નિરાધાર વૃદ્ધોને પેન્શનની રકમ વધારીને રૂ.2000 
  3. દિવ્યાંગો અને તેમના બાળકોના અભ્યાસ માટે ફી માફી

સિનીયર સિટીઝન્સ:- 

  1. સિનિયર સિટિઝન ને રૂ.2000નું માસિક પેન્શન
  2. તમામ સિનિયર સિટિઝનને રૂ.૧0 લાખની મર્યાદામાં મફત સારવાર,તપસ અને દવા
  3. વૃદ્ધજનોની સુરક્ષા માટે સિનિયર સિટિઝન હેલ્પલાઇન
  4. વરિષ્ઠ નાગરિકોને  સયાબિટીસ અને બ્લડ પ્રેસર ની દવા ફ્રી,  મેડીકલ ચેકઅપ ફ્રી 
  5. એકલા રહેતા જરૂરતમંદ વૃદ્ધોને અન્ન સુરક્ષા યોજના સાથે જોડાશે

બીપીએલ કાર્ડ

  • બીપીએલ કાર્ડના અભાવે કોઈ પણ યોગ્યતા ધરાવતો પરિવાર સરકારી યોજનાઓના લાભથી વંચિત ના રહે તે માટે  બીપીએલ કાર્ડ યાદી ની ચૂંટણી કાર્ડની માફક સતત સુધારણા કરાશે.

12.મહિલા સુરક્ષા અને સશક્તિકરણ….

મહિલા શિક્ષણ :-

  1. કે.જી થી પી.જી સુધી મફત શિક્ષણ
  2. જરૂરતમંદ  છાત્રાઓને રૂ. 500થી 15000 સુધીની શિક્ષણ ખર્ચ સહાય
  3. ઇન્દિરા પ્રિયદર્શિની પાસ યોજના હેઠળ આઠ મહાનગરોમાં, મહિલાઓ માટે રાહતદરે મુસાફર

મહિલા રોજગાર :-

  1. વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કાર્યવાહી
  2. આગામી પાંચ વર્ષમાં 5 લાખ મહિલાઓની સરકારી નોકરીમાં ભરતી
  3. પોલીસ અને સેનામાં જવા માંગતી દીકરીઓ માટે ઝાંસીની રાણી તાલીમ એકેડમીની રચના
  4. દરેક નગરપાલિકા અને તાલુકા સ્તરે ‘ઇન્દિરા પ્રિયદર્શીની સ્વયં સહાયતા સંયોજક’ ની નિમણુંક 

મહિલા સુરક્ષા – સશક્તિકરણ

  1. મહિલાઓને સુરક્ષિત પરિવહન માટે મોટા શહેરોમાં સ્વતંત્રાસેનાની “અરૂણા અસફ અલી” પિન્કરિક્શા અને પિંક કેબ સર્વિસ શરૂ થશે. આ માટે સોફ્ટ લોન અને સહાય
  2. વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શનની દર ત્રણ વર્ષે સમીક્ષા , હાલના પેન્શનને રૂ.૨૦૦૦ કરાશે.
  3. મધર ટેરેસા મહિલા સ્વસ્થ્ય યોજના અન્વયે ૪૫ વર્ષથી વધુ ઉમરની દરેક બહેનોને સરકારી/સરકાર માન્ય હોસ્પીટલમાં પ્રતિ વર્ષ ફ્રી મેડિકલ બોડી  ચેક અપ
  4. દરેક મહિલા માટે સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી  ફ્રી/ ટોકન દરે  સેનિટરી પેડ નું વિતરણ
  5. વિધવા, વૃદ્ધ, એકલ નારી ઉપરાંત તમામ  જરૂરતમંદ મહિલાને મહિને  રૂ.2000/- નું મોંઘવારી એલાવન્સ  

13.લોકશાહી બંધારણીય અધિકાર-ન્યાય-સંસદીય કાર્યવાહી

પ્રશાસન-જનભાગીદારી – નાગરિક સંગઠનો – 

લોકશાહી – બંધારણીય અધિકાર – ન્યાય અને સંસદીય કાર્યવાહી  

  1. નાત, જાત ધર્મ કે પક્ષિય ભેદભાવ વગર કાયદાનું શાસન
  2. ભાજપ શાસનમાં પ્રજાના બંધારણીય અધિકાર અને ન્યાયિક સમાનતાના સિદ્ધાંતો પર કુઠારઘાત કરતા ઘડવામાં આવેલા વિવિધ કાયદાઓની સમીક્ષા / સુધારા / રદ કરવાની કાર્યવાહી કરાશે 
  3. લોક આંદોલનોને ડામી દેવા 144ની કલમનો દુરૂપયોગ રોકાશે
  4. પોલીસ દ્વારા રાજકીય આગેવાનો / સામાજીક કાર્યકરોને નજરકેદ કે ડિટેઇન કરવાની બિનકાયદાકીય ઘોંસ બંધ
  5. ભાજપ શાસનમાં થયેલા જન આંદોલનો, દેખાવો, ધારણા ના કેસો, રાજકીય દ્વેષભાવ / વેરભાવ થી કરવામાં આવેલા ખોટા કેસો, રીવ્યુ કરી ન્યાયિક પ્રક્રિયાથી  પરત ખેંચાશે
  6. ઉના કાંડ, નલિયાકાંડ, થાનગઢ કાંડ, પેપરલીક કૌભાંડ, ધમણ વેન્ટિલેટર કાંડ, કોરોનાકાળમાં દવાઓ, ઓક્સિજનના કાળાબજાર, મોરબી પૂલ દુર્ઘટના તથા પાટીદાર આંદોલન વખતે અત્યાચારોના  બનાવોની તપાસ / સમીક્ષા તથા ન્યાય
  7. કેગ રિપોર્ટ, આયોગ રીપોર્ટસ , જાહેર હિસાબ સમિતિના અહેવાલો વિધાનસભામાં મુક્યાના પ્રથમ સપ્તાહમાં જ જાહેર કરાશે

કાયદો અને  વ્યવસ્થા  

  1. કાયદો વ્યવસ્થાના કડક અમલ , ગુનાઓની સંખ્યા, તપાસ અને સજાના પ્રમાણ માટે પોલીસ કર્મીઓ/અધિકારીઓની જવાબદેહી,   
  2. વ્યાજખોરોના ત્રાસમાંથી ગરીબ પ્રજાની મુક્તિ માટે શાહુકાર ધારાનો અસરકારક અમલ
  3. ચીટફંડોની છેતરપીંડીનો ભોગ બનેલ નાગરિકોને ન્યાય માટે ક્રાઈમ બ્રાંચ તપાસ ટીમની રચના
  4. પોલીસ કર્મચારીઓની સર્વિસ કન્ડિશન અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિચારણા અને ઉકેલ

ભ્રષ્ટાચાર નિવારણ          

  1. ભ્રષ્ટાચાર નિવારણ માટે લોકાયુક્ત સંસ્થાને મજબૂત કરાશે
  2. ભાજપ શાસનમાં આચરવામાં આવેલા  ભ્રષ્ટાચાર – કૌભાંડો ની  સઘન તપાસ અને  કાર્યવાહી

ડ્રગ્સ / નશા મુક્તિ :- 

  1. સ્ટેટ નારકોટીક્સ કંટ્રોલ બ્યોરો (S.N.C.B) ની રચના. 
  2. રાજ્યમાં પકડાતા હજારો કરોડ રૂપિયા ના ડ્રગ્સના જથ્થાઓના કેસોમાં ઊંડી તપાસ અને કસુરવારોને સખ્ત સજાની કાર્યવાહી  

જન ભાગીદારી – નાગરિક સંગઠનો:– 

  1. રાજ્યમાં સોશિયલ એન્ટેરપ્રેનર્સ નો કન્સેપ્ટ વિકસાવવામાં આવશે
  2. નાગરિક સંગઠનો અને કર્મશીલોને અમલીકરણ માટે ભાગીદાર બનવા પ્રોત્સાહન અપાશે.  

14. આર્થિક નીતિ – કરવેરા.

  1. રાજ્યની આર્થિક નીતિના કેન્દ્રમાં ” સામાન્ય જનતાની સુખાકારી, તેનું સશક્તિકરણ અને રોજગારી સર્જન રહેશે.
  2. રાજ્યના વિકાસના માપદંડ સાથે સુખાકારી ઇંન્ડેક્ષ ને જોડવામાં આવશે.
  3. આર્થિક નીતિના ઘડતરમાં, પરમપરગત આર્થિક સુચાંકો ઉપરાંત કૃષિ અને ગ્રામીણ વિકાસ, સર્વિસ સેક્ટર, રોજગારલક્ષી ઉદ્યોગો તેમજ પછાત વિસ્તારોમાંના રોકાણ, રોજગારી સર્જન અને નાગરિક સુવિધાઓ માટેના રોકાણોને મહત્વના માપદંડ તરીકે જોડવામાં આવશે.
  4. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવી તે ક્ષેત્રની આર્થિક રોકાણની જરૂરિયાત માટે બજેટમાં રાજ્યના જીડીપીના ૫ ટકાસુધીની રકમ આ ક્ષેત્ર માટે ફાળવવાશે.    
  5. કોંગ્રેસની સરકાર બનતા જ નવી રોજગાર લક્ષી અને પછાત વિસ્તારોના વિકાસ માટેની સમતોલીત ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવશે
  6. ગુજરાતનાં વ્યાપાર ઉદ્યોગની સ્પર્ધાત્મક શક્તિ  જાળવી રાખવા અને તે માટે ટેક્ષેશનના દર, વીજળીનાં દર, પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટીરીયલ અને રોયલ્ટી દર તેમજ વ્યાજ દરોની સમીક્ષા કરી ટેક્ષ માળખાને વ્યવહારુ બનાવવામાં આવશે.
  7. રાજ્યના જાહેરાતો અને સમારંભો ના ઉડાઉ  ખર્ચમા કાપ, તેમજ સાદાઈ અને કરકસર ભર્યા  વહીવટથી જાહેર અને વહીવટી ખર્ચ પર નિયંત્રણ અને જાહેર દેવા પર પણ નિયંત્રણ સિદ્ધ કરશે   
  8. ભાજપ સરકાર દ્વારા બેફામ પણે વધારવામાં આવેલા તમામ પ્રકારના ટેક્ષ ની સમીક્ષ કરી જાહેર સામાની જનતાને સ્પર્શતા ભારે વેરામાં 20 % જેટલો ઘટાડો આગામી વર્ષોમાં કરવામાં આવશે.
  9. જીએસટીમાં નવી નોંધણીઓ સહેલાઈથી થાય તે માટે ના પગલાં લેવામાં આવશે. 
  10. કોઇપણ પ્રોડક્ટમાં 18 ટકાથી વધારે જીએસટી નહીં લેવાય તે માટે GST  કાઉન્સીલમાં કોંગ્રેસ સરકાર રજૂઆત કરશે
  11. ગેસ અને ડીઝલને જીએસટીમાં આવરી લેવાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
  12. જીએસટીના અને વ્યાપાર ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાની ઉદ્યોગ-નાણા મંત્રીની અધ્યક્ષતા માં સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે. 

૧૫. વ્યાપાર, ઉદ્યોગ, પર્યટન

વ્યાપાર –ઉદ્યોગ:- 

  1. આગામી બે વર્ષમાં ૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ૧૦૦૦ એકમોની સ્થાંપના
  2. વહીવટી વિલંબ / કનડગત નિવારવા સીટીઝન ચાર્ટર અને આરટીઆઈ ની તર્જ પર નાગરિક અધિકાર કમીશનની રચના અને એપેલેટ કાર્યવાહી ની વ્યવસ્થા  
  3. રાજયના ટેક્ષટાઇલ અને ગારમેન્ટ  ઉદ્યોગની વૈશ્વિક ઓળખ માટે નવી ટેક્ષટાઇલ નીતિ
  4. પછાત તાલુકાઓના વિકાસ માટે ડેવલપમેન્ટ બોર્ડ
  5. મહિલાઓ ,ટેકનોક્રેટ અને યુવા સાહસિકોને દસ ટકા ડાઉન પેમેન્ટ તથા હળવી શરતોની લોન
    આ માટે રૂ. 2500 કરોડનું ભંડોળ
  6. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે એક કરોડ સુધીના ટર્નઓવર સુધી સ્ટેમ્પ ડ્યૂટી અને સ્ટેટ જીએસટીમાંથી મુક્તિ
  7. ઉદ્યોગ ધંધાના એક જ લાયસન્સમાં બધા લાયસન્સનો સમાવેશ થઇ જાય તેવી વ્યવસ્થા
  8. નાના વેપારીઓના ધિરાણ માટે કમિટિની રચના
  9. મોર્ગેજ માટેની સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો
  10. તમામ પ્રકારની મંજૂરીઓ સમય મર્યાદામાં ઓનલાઇન મળે તેવી વ્યવસ્થા
  11. ઓનલાઇન અને મોલ કલ્ચર સામે રીટેઈલ વેપારીઓ ટકી રહે તે માટે કાયદાકીય જોગવાઇ
  12. ટ્રાન્સપોર્ટ ખર્ચ માં લેવલ પ્લેઈંગ ફિલ્ડ માટે ટોલ ટેક્ષનો રિવ્યુ/શકય તેટલો ઘટાડો, વપરાશ આધારિત દર માટે કાર્યવાહી
  13. રાજ્યમાં ૧૫૦ ચોરસ ફૂટ થી ઑછું ક્ષેત્રફળ ધરાવતી દુકાનો /ઓફિસો/વગેરેના ઉપયોગ કરતા તમામ પ્રકારના  વ્યવસાયીકો / સ્વરોજગારીતો / વેપારીઓના  પ્રોપર્ટી ટેક્ષમની આકારણી ઉદ્યોગોના ધોરણે – ટેક્ષમા ૭૦ ટકા જેટલી રાહત મળશે.
  14. ઇન્કમ ટેક્ષની મર્યાદામાં પગાર/ આવક ધરાવતા પગારદારો/ સ્વરોજગારીતો / વેપારીઓ / પ્રોફેશનલોનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે. 

જીઆઈડીસી…

  1. દરેક તાલુકામાં  જીઆઈડીસી વસાહત અને જીઆઈડીસીની કામગીરીમાં પારદર્શકતા લવાશે.
  2. પરંપરાગત કારીગરો માટે દરેક તાલુકામાં મિનિ એસ્ટેટ, નજીવા ડાઉન પેમેન્ટ અને રાહત દરનુ લાંબા ગાળાનું ધિરાણ

પર્યટન :-

  1. પર્યટનના વિકાસ માટે ટુરિસ્ટ પાર્કની સ્થાપના
  2.  હોટેલ ઉદ્યોગને પ્રોત્સાહન , બજેટ હોટેલ્સ ને વિશેષ પ્રોત્સાહન
  3. દરેક ધર્મના યાત્રાધામો ખાતે યાત્રાળુંઓ માટે ‘પ્રસાદ સેવા કેન્ટિન’ ની વ્યવસ્થા 
  4. અતિથિ ગૃહો, ધર્મશાળા વગેરેને સબસીડી, લોન અને જીએસટી, વીજળી દરો  અને વેરામાં રાહત

૧૬. ઇન્ફ્રાસ્ટ્રકચર, બંદરો, રોડ,  ઊર્જા, વીજળી

ઇન્ફ્રાસ્ટ્રકચર, બંદરો, રોડ, ઊર્જા:-

  • ગુજરાતના આગામી 25 વર્ષની જરૂરિયાતનો સર્વગ્રાહી નક્શો તૈયાર કરાશે
  •  25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વીજળી, ગેસ, ઊર્જા, હાઇવે, બંદર, પાણી, ડ્રેનેજની વ્યવસ્થાનું આયોજન કરાશે. 
  • સીએનજી ગેસ આના વપરાશકરોના હિતમાં ‘ગેસ પ્રાઇસ રેગ્યુલેટરી કમિશનની રચના
  • પ્રોત્સાહન જાહેર કરી ફરી ગયેલ ભાજપ સરકાર ના અન્યાય થી પીડિત સોલર ક્ષેત્રના 5500 જેટલા નાના રોકાણકારોને ન્યાય આપવા પ્રયાસ કરવામાં આવશે.
  • ખેડૂતોને પોતાના ખેતરમાં સોલર ફાર્મ બનાવવા પ્રોત્સાહન 
  • દરેક નાગરિક પોતાના ઘર પર વીજળી ઉત્પન કરી શકે તે માટે 2 કેવીની સોલર પેનલ સબસીડી 
  • નાના ઉદ્યોગો વીજ વપરાશકારોને કોમન સોલાર પાવર પ્લાન્ટ માટે પ્રોત્સાહન – સહાય 

વિજળી:- 

  • રાજ્યના દરેક નાગરિકના વિજળી બીલના ૩૦૦ યુનિટ માફ કરવામાં આવશે.
  • ગ્રાહકોને વાજબી ભાવે વીજ પુરવઠો મળે તે માટે ઉત્પાદન કંપની અને વિતરણ કંપની અલગ કરાશે, ગ્રાહકોને પોતાની પસંદગીનો વીજ સપ્લાયર નક્કી કરવાનો હક્ક રહેશે
  • વીજળી અને ગેસ કંપનીઓના બીલો સરળ ભાષામાં અપાશે
  • રાજ્યના દરેક વિસ્તારમાં દર મહિને વીજળીના બીલ અપાશે 
  • ફરિયાદોના નિકાલ માટે વીજ ગ્રાહક સલાહકાર સમિતિની રચના
  • ગ્રાહકો તથા સરકારી તિજોરીને નુકસાન કરનારા તમામ પાવર પર્ચેસ એગ્રીમેન્ટની સમીક્ષા/રદ
  • વીજ ઉત્પાદનમાં ખાનગી કંપનીઓ પર આધારિત રહેવાને બદલે જાહેર ક્ષેત્રની જોઇન્ટ
    સેક્ટર કંપની પર આધારિત થવાની વ્ય્હુરચના બનાવવામાં આવશે
  • રાજ્યના સાર્વજનિક અને ધાર્મિક સ્થાનોના વીજળી દરો અને વેરામાં રાહત આપવામાં આવશે

17. પર્યાવરણ સુરક્ષા.

  1. રાજ્યની તમામ નદીઓમાં પ્રદૂષણ મુક્ત કરવા માટેનો  એક્શન પ્લાન  
  2. રાજ્યમાં હવાના પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ને નિવારવા ૨૫ કરોડ વુક્ષોનું વાવેતર
  3. દરિયા કિનારાઓની જમીન પર પ્રસરતી ખારાશને રોકવા માટે ટાસ્કફોર્સ – એક્શન પ્લાન 
  4. આગામી પાંચ વર્ષમાં દરેક મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ‘સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ અને સિક્યોર્ડ લેન્ડ ફીલ સાઈટસ બનાવાશે. 
  5. પ્લાસ્ટિક થેલીઓના વપરાશ પર પ્રતિબંધ
  6. પ્લાસ્ટિક વેસ્ટ કચરાના એકત્રિકરણ કામનો મનરેગામાં સમાવેશ
  7. આગામી બે વર્ષમાં ગુજરાત રાજ્યને પ્લાસ્ટિક વેસ્ટમુક્ત બનાવવાનું અભિયાન
  8. શહેરોમાં ઇલેક્ટ્રીક વાહનો / ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ અને બાયસિકલના વપરાશને પ્રોત્સાહન
  9. રાજ્યમાં પ્રદુષણ નિવારણ માટે- જન ભાગીદારી સાથેનું ગ્રીન ગુજરાત અભિયાન શરુ કરાશે. 
  1. કલા-સંસ્કૃતિ- અસ્મિતા 
  2. રીનોવેશનના નામે પુ,બાપુના સાબરમતી આશ્રમની  સ્મૃતિ અને ગૌરવ સાથે રમત કરવાના કામ પર રોક લગાવાશે.    
  3. ગુજરાતના, દેશના અને વિશ્વના મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલના માન સન્માનને ઠેસ પહોચાડતા અને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરતા  મોટેરા સ્ટેડીયમનું નામ જે  સરદાર પટેલ સ્ટેડીયમ હતું તે બદલીને ભાજપ દ્વારા તેનું  નવું નામ આપવામાં  આવ્યું છે, ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરતા આ  નિર્ણયને પહેલી જ કેબિનેટ બેઠકમાં બદલીને મોટેરા સ્ટેડીયમ નું નામ ફરીથી “સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડીયમ” કરાશે. પ્રથમ કેબિનેટમાં જ સરદાર સાહેબનું સન્માન પુન:સ્થાપિત કરવામાં આવશે.
  4. ગુજરાતી ભાષા, ગુજરાતી નાટકો, કલાવ્રુંદો, ગુજરાતી ચલચિત્રો‌‌-સિનેમા માટે પ્રોત્સાહન નિતિ બનાવાશે અને વિશેષ નાણાંકિય જોગવાઇ કરાશે.  

    follow whatsapp

    ADVERTISEMENT