…તો કોંગ્રેસના આ પ્લાનના કારણે PM મોદી ભાજપના કાર્યકરોને ચેતવી રહ્યા હતા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાને ભાજપના કાર્યકરોને ચૂંટણીમાં કોંગ્રેસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. ત્યારે સૌ કોઈના મનમાં સવાલ ઉદભવી રહ્યો હતો કે કોંગ્રેસ એવી કઈ કામગીરી કરી રહી છે, જેનાથી ભાજપે પણ આટલા સાવધાન રહેવાની જરૂર છે?

ભાજપ જેવી રણનીતિ અપવાની રહી છે કોંગ્રેસ
ગુજરાતની ચૂંટણી આ વખતે કોંગ્રેસ પણ ભાજપની જેમ વ્યૂહરચના બનાવી રહી છે. જેમાં તે ભાજપના પેજ પ્રમુખની જેમ પેજના ઈન્ચાર્જ અને સંયોજક બનાવી રહ્યા છે. જેઓ બુથ લેવલે કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં મોટી સભાઓ કે રેલીઓ કર્યા વિના ચૂપચાપ જ ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન કરીને મતદારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. કદાચ એટલા માટે જ પીએમ મોદી પણ ભાજપના કાર્યકરોને ચૂંટણીને હળવામાં ન લેવા માટે કહી રહ્યા હતા અને તેમને વધુ આકરી મહેનત કરવા જણાવી રહ્યા હતા.

શું છે કોંગ્રેસનો ચૂંટણીને લઈને પ્લાન?
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ Gujarat Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પેજના ઈન્ચાર્જ, સંયોજક બનાવી રહ્યા છીએ. અમારી પદ્ધતિ ભાજપથી થોડી જુદી છે. અમારું 2012-2017ની ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ પ્રમાણમાં ઘણું નબળું હોવાનું સામે આવ્યું હતું. આથી અમે છેલ્લા 6 મહિનાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં જ 5મી સપ્ટેમ્બરે 1 લાખ લોકોને જેઓ બુથ મેનેજમેન્ટ સંભાળતા હોય, કોંગ્રેસના શુભેચ્છકો હોય તેમનું મહાસંમેલન અમે રિવરફ્રન્ટ પર બોલાવ્યું હતું.

ADVERTISEMENT

બુથ લેવલથી કોંગ્રેસે બાજી સંભાળી
તેમણે કહ્યું હતું કે, અમે આ સંમેલનમાં પ્રયત્ન કર્યો હતો કે બુથ પરના જે જવાબદારી સોંપી છે તે માણસો અથવા તે બુથ પર જવાબદારી સંભાળી શકે તેવા લોકો અને કોંગ્રેસના શુભેચ્છકો. આમ ત્રણ રીતે અમે પ્રયત્ન કર્યો હતો. અમારા બુથની જે જવાબદારી કહેવાય અમે તેમાં ઘણો સુધારો કર્યો છે. ઘણી બધી વસ્તુઓ અમે જોડી છે. 182 વિધાનસભા માટે દરેક કામનું અમારે મૂલ્યાંકન થઈ રહ્યું છે. તેનું વેરિફિકેશન પણ થાય છે. બુથ સંભાળનારનું પ્રોફેશનલ માણસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. જવાબદારી અને વ્યક્તિએ શું કામ કરવાનું છે તેની જવાબદેહી બંને વસ્તુની વાત કરીને અમે માળખાકીય રીતે ઊભું કરી રહ્યા છીએ. જે ચૂંટણીમાં વધુ અસરકારક બનશે. મોટાભાગનું કામ અમારું પૂર્ણ થઈ ગયું છે અને વેરિફિકેશનનું કામ ચાલું છે.

PMએ ગુજરાત પ્રવાસ દરમિયાન કાર્યકરોને ચેતવ્યા હતા
PM મોદીએ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતી અને કરે તોય મોદી પર હુમલો નથી કરતી, અપશબ્દોનો ઉપયોગ નથી કરતી. એણે એક નવી ચાલાકી કરી છે, બોલવું નહીં, હોબાળા કરવા નહીં અને ચૂપચાપ ખાટલા બેઠક કરવી, ગામડે ગામડે પોતાના લોકોને પહોંચાડી દેવા. તેમની ચાલાકીએ સમજજો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT