કોંગ્રેસીયા રાજ કરતા હતા ત્યારે ડોક્ટર બનાવવામાં રૂપિયા કમાવવામાં પડતા હતા: અમિત શાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે કલોલમાં 750 બેડની આદર્શ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસીયા રાજ કરતા હતા ત્યારે ડોક્ટર બનાવવામાં એ રૂપિયા કમાવવામાં પડ્યા હતા.

કોંગ્રેસનું નામ લઈને કર્યા પ્રહાર
કલોલ કેઆઈઆરસી એજ્યુકેશન કેમ્પસમાં કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, આ બધું બનાવે હોસ્પિટલ, બનાવે લેબોરેટરી બનાવે, પણ આ ડોક્ટર ન હોય તો કશું થાય? આ કોંગ્રેસીયા જ્યારે રાજ કરતા હતાને ત્યારે ડોક્ટર બનાવવામાં પણ એ રૂપિયા કમાવવામાં પડ્યા હતા. નરેન્દ્રભાઈએ આ આખી વ્યવસ્થાને સુધારવાનું કામ કર્યું. 2013માં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા પ્રાઈવેટ અને સરકારી બંને ભેગી થઈને 387 હતી. અને આજે 2021-22માં 600 મેડિકલ કોલેજો આ દેશમાં બનાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. MBBSની સીટો 51,348 હતી અને 2021-22માં 89,875 થઈ ગઈ.

ગૃહમંત્રીએ માણસાનું નામ લઈને ગામવાળા માટે શું અરજી કરી?
અમિત શાહે વધુમાં કહ્યું કે, હું તો અતુલભાઈને કહેવા આવ્યો છું, આ મનસુખભાઈ માંડવીયા અહીં આવ્યા છે આપણે તેમનો ફાયદો લેવો જોઈએ. મનસુખભાઈએ મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી કરી દીધી છે. થોડી સુવિધાઓ વધારી દો અને અરજી કરો મનસુખભાઈ તરત જ તમને મેડિકલ કોલેજની મંજૂરી આપી દેશે. આપણા કલોલના બાળકોને, આજુબાજુના ગામના બાળકો પણ આનો ફાયદો મળે. આવું એટલા માટે કહું છું કારણ કે હું પણ માણસાનો છું મારા ગામના બાળકોને પણ આનો ફાયદો મળે. એટલે આ હોસ્પિટલને કોલેજમાં કન્વર્ટ કરો, જ્યાં બાળકો ભષણે અને દર્દીઓની પણ સેવા થશે.

ADVERTISEMENT

35 ટકા દર્દીઓને મફત સારવાર
ઉમિયા માતાજી કડવા પાટીદાર હોસ્પિટલમાં ટ્રસ્ટે નક્કી કર્યું છે કે, 35 ટકા ગરીબ દર્દીઓને એક પણ રૂપિયા લીધા વિના સેવા અપાશે. ઉપરાંત હોસ્પિટલમાં PMJAY અંતર્ગત પણ લાભાર્થીઓને સારવાર અપાશે. સંપૂર્ણ આધુનિક આ હોસ્પિટલમાં 750 બેડની સુવિધાઓ હશે. જે આગામી બે વર્ષના સમયગાળામાં કાર્યરત થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT