કોંગ્રેસના નેતાએ જ કહ્યું-જો આમ ચાલશે તો આ વિસ્તારો કોંગ્રેસમુક્ત થઈ જશે! જાણો સમગ્ર વિવાદ
પોરબંદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસમાં ફરીથી હોબાળો થયો છે. કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન મુદ્દે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નાથા ઓડેદરા વિરોધ કરી રહ્યા…
ADVERTISEMENT
પોરબંદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસમાં ફરીથી હોબાળો થયો છે. કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન મુદ્દે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નાથા ઓડેદરા વિરોધ કરી રહ્યા છે. વળી જો તેમને ટિકિટ નહીં મળે તો બીજી પાર્ટીનો સાથ આપી ચૂંટણીના મેદાનનું રણશિંગૂ ફૂંકવાના સંકેત પણ આપ્યા છે. નોંધનીય છે કે નાથા ઓડેદરાને કુતિયાણા બેઠકની ટિકિટ જોઈએ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું પોરબંદરથી અમદાવાદના રાજીવગાંધી ભવન સુધી પદયાત્રા યોજી વિરોધ નોંધાવીશ. હવે એ જોવાજેવું રહેશે કે કોંગ્રેસમાં અત્યારે એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ રહી છે, એને જોતા પાર્ટીની આગામી રણનીતિ શું હશે?
આ વિસ્તારો કોંગ્રેસમુક્ત થવાની ધારણા
વધુમાં નાથા ઓડેદરાએ જણાવ્યું કે આ ગઠબંધનથી પોરબંદર અને આસપાસના વિસ્તારો કોંગ્રેસ મુક્ત થઈ જશે. મને કોંગ્રેસના આગેવાનોએ પણ કહ્યું છે કે કુતિયાણાની ટિકિટ તમને મળશે. તેવામાં જો મને ટિકિટ નહીં મળી તો હું વિરોધ કરીશ. નોંધનીય છે કે અહીં છેલ્લા 3 મહિનાથી નાથા ઓડેદરા કુતિયાણાનો પ્રવાસ કરી રહ્યા છે. આની સાથે નાથા ઓડદરાએ બીજી પાર્ટી સાથે જોડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ટિકિટ નહીં મળે તો આગામી દિવસોમાં નિર્ણય લઈશ- નાથા ઓડેદરા
કોંગ્રેસ-એનસીપીના ગઠબંધના સામે નાથા ઓડેદરાએ વિરોધ નોંધવ્યો છે. તથા જણાવ્યું છે કે તેમને કુતિયાણા બેઠક પરથી ટિકિટ આપવાની વાત પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. જો ટિકિટ નહીં મળે તો નાથા ઓડેદરા આગામી નિર્ણય જણાવશે. આમ થયું તો તેઓ અન્ય કઈ પક્ષ સાથે પણ જોડાઈ શકે છે એવી ચીમકી ઉચ્ચારી હતી.
With Input- અજય શીલુ
ADVERTISEMENT
ADVERTISEMENT