કોંગ્રેસનું વિસર્જન જ કરવું જોઈએ,ચૂંટણી સમયે જ લોકો વચ્ચે આવતી પાર્ટી છે – વજુભાઈ વાળા
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના પ્રચંડ બહુમતને જોતા કોંગ્રેસના વળતા પાણીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ત્યારે આ ઐતિહાસિક ભાજપની…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના પ્રચંડ બહુમતને જોતા કોંગ્રેસના વળતા પાણીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ત્યારે આ ઐતિહાસિક ભાજપની જીત મુદ્દે દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ પણ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરીને તેના ભવિષ્ય અંગે જણાવ્યું હતું. આની સાથે મહાત્મા ગાંધીની ઈચ્છાને માન આપવાનું પણ કહ્યું હતું. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…
કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ- વજુભાઈ વાળા
ગુજરાતમાં કારણી હાર પછી કોંગ્રેસ પર કટાક્ષ કરતા વજુભાઈએ મોટુ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની અત્યારની સ્થિતિ જોતા લાગે છે કે તે લોકો વચ્ચે જઈ શકતી જ નથી. મહાત્મા ગાંધીની વાતને માન આપીને કોંગ્રેસનું વિસર્જન જ કરી દેવું જોઈએ. આની સાથે વધુમાં તેમણે કહ્યું કે ચૂંટણી સમયે જ કોંગ્રેસ લોકો વચ્ચે આવે છે. આની સાથે કોંગ્રેસ પાર્ટીના એકપણ કાર્યકર્તા સક્રિય નથી. તેથી જ મારી વાત કરુ તો હું કોઈને પણ સલાહ આપવા માગતો નથી.
ભાજપની જીત પર કહ્યું…
વજુભાઈ વાળાએ ભાજપની જીત પર કહ્યું કે સી.આર.પાટીલે સારી રીતે જવાબદારી સંભાળી છે. વાત રહી કોંગ્રેસની તો હું એમને કશુ કહેવા જ નથી માગતો. મારુ ન માનો તો કઈ નહીં પરંતુ કોંગ્રેસનું મહાત્મા ગાંધીના કહ્યા પ્રમાણે વિસર્જન કરવાનો સમય આવી ગયો હોય એમ મને લાગી રહ્યું છે. ચૂંટણી સમયે જ લોકો વચ્ચે આવનારી પાર્ટી કોંગ્રેસ બની ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની કામગીરી પર પણ વજુભાઈએ સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT