‘હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા માગતો નથી’, કોંગ્રેસના MLAના નિવેદનથી મચ્યો ખળભળાટ
સોમનાથ: મકરસંક્રાંતિના પર્વએ સોમનાથમાં વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું ચોંકાવનારું…
ADVERTISEMENT
સોમનાથ: મકરસંક્રાંતિના પર્વએ સોમનાથમાં વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પોતે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા ન ઈચ્છતા હોવાનું કહ્યું છે.
આ પણ વાંચો: જુનાગઢના ભાખરવડ ડેમમાં 4 લોકો ડૂબ્યા, 1 વ્યક્તિ હજુ પણ ગુમ, 2ના મોત
શું બોલ્યા કોંગી ધારાસભ્ય?
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે ક્યારેય રાજનીતિના માણસ તરીક નહીં સમાજના દીકરા તરીકે રહેવાનું હોય છે. કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈપણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા માગતો નથી, હું સમાજનો રહેવા માંગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે હું આપ સમાજના લોકો માટે લડું અને હંમેશા લડતો રહીશ.
ADVERTISEMENT
સોમનાથમાં યોજાયું હતું કોળી સમાજનું સંમેલન
નોંધનીય છે કે, સોમનાથમાં વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી ઉત્તરાયણના પર્વ પર કરવામાં આવી હતી. જેમાં કોળી સમાજના મહાસંમેલનમાં ગુજરાત રાજ્ય માંધાતા સંગઠનના યુવા પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિત કોળી સમાજના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યના આવાના નિવેદનથી અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT