ચૂંટણી પહેલા MLA Lalit Vasoyaએ ભાજપમાં ભળવાનો વધુ એક સંકેત આપ્યો, જાણો હવે શું કર્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના ઉપલેટાના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાના (MLA Lalit Vasoya) ફરીથી ભાજપમાં જોડાવવાના સંકેતો મળી રહ્યા છે. ઉપલેટામાં યોજાયેલા અલગ-અલગ ગણેશોત્સવમાં ધારાસભ્ય લલિત વસોયા ભાજપના પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા અન્ય આગેવાનો સાથે જોવા મળ્યા હતા. આ બાદ તેમનો ભાજપના આગેવાનો સાથેનો જ એક રૂમમાં બેઠેલો ફોટો પણ સામે આવ્યો છે. જે બાદ હવે ફરી લલિત વસોયા કોંગ્રેસના સાથ છોડીને કેસરિયા કરવાની વાતને વેગ મળી રહ્યો છે.

ઉપલેટા સર્કિટ હાઉસમાં ભાજપનો બેઠકોનો દોર શરૂ
જ્યારે બીજી બાજુ ઉપલેટાના સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો-સાંસદ સાથે બેઠકોના દોર પણ શરૂ થઈ ગયા છે. એવામાં લલિત વસોયા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ પહેલા પણ ઘણી વખત કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાના ભાજપમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પાટીદાર આંદોલન બાદ 2017માં ધોરાજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનાર લલિત વસોયા અનેક વખત Congressથી નારાજગી દર્શાવી ચૂક્યા છે.

ADVERTISEMENT

અગાઉ જન્માષ્ટમીએ કોંગ્રેસના લોગો વિના પોસ્ટર લાગ્યા હતા
તાજેતરમાં જ ધોરાજી ખાતે લલિત વસોયાના કોંગ્રેસના લોગો અને કોંગ્રેસના ખેસ વગર જન્માષ્ટમી નિમિત્તે શુભકામના આપતા પોસ્ટર લાગ્યા હતા. કોંગ્રેસે જેમને સ્થાન આપ્યું તેમણે પોસ્ટરમાં પણ કોંગ્રેસને સ્થાન ના આપ્યું. લલિત વસોયાએ કોંગ્રેસના સિમ્બોલથી દુરી બતાવતા તે સમયે પણ તેમના ભાજપમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે તેમને ખુલાસો પણ કર્યો હતો અને પોતે હાલ કોંગ્રેસમાં જ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું જ્યારે પક્ષ છોડીશ ત્યારે ડંકાની ચોટ પર કહીશ. 2022માં કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ, નહીંતર કોંગ્રેસનો સૈનિક બનીને રહીશ.

(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT