‘ભાજપના ઉમેદવારને કુબુદ્ધિ સુજી અને હુમલો કર્યો ને હું જીત્યો’ કોંગ્રેસના MLAએ જાહેરમાં સ્વીકાર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા લાયન્સ હોલ ખાતે સોમવારે કોંગ્રેસની બંધ બારણે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં દાંતાથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા કાંતિ ખરાડીએ જાહેરમાં સ્વીકાર્યું કે તેમના પર હુમલો થયો આ કારણે તેઓ જીત્યા છે અને હુમલો ન થયો હોત તો તેઓ હારી જાત. સાથે જ તેમણે કોંગ્રેસ નબળી થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

જીત બાદ શું બોલ્યા કોંગ્રેસના ધારાસભ્ય
દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે, આપણે વખાણ જ કરશું તો ના જીતી શકીએ. મનોમંથન કરવું પડશે. ક્યાંકને ક્યાંક મનોમંથન નહીં કરીએ તો આપણા ગળામાં જે આ ખેસ છે ને તેને કલંક લાગશે. હું જીત્યો છું ને, જાહેરમાં કહું છું, કાંતિભાઈની મહેનત કામ ન આવી, પણ મારે આ મારા મોઢે ન કહેવું પડે. સામેના ઉમેદવારને માતાજીએ એવી બૃદ્ધિ આપી કે કાળી ટિલી એને લાગી અને કાંતિભાઈ જીત્યા. જો હુમલો ન થયો હોત તો કાંતિભાઈ ન જીતેત. પણ ક્યાંકને ક્યાંક કોંગ્રેસ નબળી થઈ છે, ભાજપવાળા નથી એ વાત સાબિત થઈ ગઈ છે.

ADVERTISEMENT

બનાસકાંઠામાં યોજાઈ હતી કોંગ્રેસની કારોબારી બેઠક
જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં બનાસકાંઠાના ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો, તાલુકાના શહેર પ્રમુખ, જિલ્લા, તાલુકા પંચાયતના અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. જોકે બેઠકની વાત બહાર ન જાય એ માટે મીડિયાને સભા છોડવા જણાવીને બંધ બારણે બેઠક કરવામાં આવી હતી.

(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT