કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ PM મોદીને ‘યશસ્વી’ કહ્યાં, NSUIએ કર્યો ઉગ્ર વિરોધ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ નેતાઓ પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવતા રહે છે. અમદાવાદના જમાલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના એક નિવેદને પોતાની પાર્ટીને જ મુશ્કેલીમાં મુકી દીધી હતી. તેમણે વડાપ્રધાન મોદીને યશસ્વી કહ્યા હતા અને મને તેમના પર ગર્વ છે એવું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. હવે વડાપ્રધાનની પ્રશંસા કરવા પર ખેડાવાલા પોતાના જ ઘરમાં દુશ્મન બની ગયો હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ MLAની ઓફિસમાં તોડફોડ કરી. ઈમરાન ખેડાવાલાને ભાજપનો એજન્ટ ગણાવ્યો હતો.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઈમરાન ખેડાવાલાએ કહ્યું, ‘દેશના પ્રખ્યાત વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. આજે 130 કરોડ લોકોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા પણ વડાપ્રધાન છે. તેઓ દેશના વડાપ્રધાન છે. PM મોદીની પ્રશંસા કરતા હોબાળો થઈ ગયો હતો. NSUIએ કોંગ્રેસ કાર્યાલયમાં હંગામો મચાવ્યો હતો.

‘હું વડાપ્રધાનનું સન્માન કરું છું’ – ખેડાવાલા
રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસે રવિવારે જ જમાલપુરથી ઈમરાન ખેડાવાલાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. ઈમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, ‘હું શા માટે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરીશ? તેઓ દેશના વડાપ્રધાન છે, તેઓ દેશના સેવક છે. મારે ધર્મની રાજનીતિ નથી કરવી, મને હિંદુઓના મત પણ મળે છે. દરેકના જુદા જુદા મંતવ્યો છે. હું દેશના વડાપ્રધાનનું સન્માન કરું છું. દેશના વડાપ્રધાન માટે હું કંઈ બોલીશ નહીં. હું આવું ક્યારેય બોલી શકતો નથી.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજીવ ભવનમાં પાર્ટીનો મેનિફેસ્ટો લૉન્ચ કર્યા બાદ તેમણે એક ટીવી ચેનલને કહ્યું કે તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘જગ્યા’ બતાવશે. મિસ્ત્રીએ કહ્યું હતું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે, તેઓ સરદાર પટેલ નહીં બની શકે.’ મિસ્ત્રીના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT