Congressમાંથી વધુ એક વિકેટ પડશે? હવે આ કોંગી ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે એક જ મંચ પર દેખાયા
ભાવનગર: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે હવે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની પણ પાર્ટી છોડવાની અટકળો…
ADVERTISEMENT
ભાવનગર: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે હવે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની પણ પાર્ટી છોડવાની અટકળો વહેતી થઈ છે. આ પાછળનું કારણ છે તાજેતરમાં જ તેઓ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મંત્રીઓ સાથે એક જ સ્ટેજ પર દેખાયા હતા. જેને લઈને તેઓ પણ આગામી સમયમાં કોંગ્રેસ છોડી શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.
મુખ્યમંત્રી સાથે એક જ મંચ પર દેખાયા અંબરીશ ડેર
ભાવનગરમાં ગઈકાલે મંગળવારે લોક ગાયક કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર જોવા મળ્યા હતા. એવામાં તેઓ ભાજપમાં જોડાવાના હોવાની અટકળો તેજ થઈ છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહીત ભાજપના અન્ય આગેવાનો પણ હાજર હતા.
તાજેતરમાં કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડ્યા
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ એક બાદ એક મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. બે દિવસ પહેલા જ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વજીતસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ બીજા જ દિવસે યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી જીગર માળીની નારાજગી બહાર આવી તેમણે રાજીનામું ધરી દીધું હતું હજુ આ નારાજગી શાંત ન પડી અને ત્યાર બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના પ્રદેશ ઉપાધ્યક્ષ પાર્થ દેસાઇએ પણ રાજીનામું ધરી દીધું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT