ગુજરાત કોંગ્રેસનો ફરી બેઠો થવાનો પ્રયાસ, આગામી તાલુકા, નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/નડિયાદ: ગુજરાતમાં આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લામાં સક્રિય થઈ હોય તેમ નડિયાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં અમિત ચાવડા વિમલ શાહ ઉષા નાયડુ ચંદ્રિકાબેન બારીયા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી મિટિંગમાં જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં કેવી રીતે સારું પ્રદર્શન કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ વચ્ચે જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ જીત એ કૃત્રિમ જીત છે .આ જીત એ ધાકધમકી, સરકારી તંત્રનો દૂર ઉપયોગ, ક્યાંક ઈવીએમ મશીનની ગરબડી ગણો કે ચૂંટણી તંત્રની ગરબડી ગણો, ક્યાં પોલીસનો બેફામ દુરુપયોગ ગણો કે રૂપિયાની રેલમ છેલ ગણો. આ તમામ બાબતોને લઈને ચૂંટણી લડ્યા છે.

તાલુકા, નગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણી
બનાસકાંઠા, ખેડા અને ગાંધીનગર તાલુકા પંચાયત 17 તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત અને 71 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચમાં આવી રહી છે. તેની તૈયારીના ભાગરૂપે ગઈકાલે કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ , ઉષા નાયડુ, ખેડાના પ્રદેશ સમિતિના ઇન્ચાર્જ ચંદ્રિકાબેન બારીયા, નટવરસિંહ મહિડા અને બધા આગેવાનો સાથે જિલ્લાના સંગઠન અને તાલુકા નગરપાલિકાના પ્રમુખઓ સાથે ચૂંટણીઓની તૈયારી માટેની મીટીંગ રાખી. રાજ્યમાં હાથ સે હાથ જોડોની યાત્રા 26મી જાન્યુઆરી પછી ચાલુ કરવાની છે. આ યાત્રાની શરૂઆત ખેડાથી થશે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળથી એમની કર્મભૂમિ નડિયાદથી માંડી અને કરમસદ સુધીની યાત્રાનુ આખું પ્લાનિંગ કરાયું છે.

ADVERTISEMENT

શિષ્ત સમિતીને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો
કોંગ્રેસ શિસ્ત સમિતિ બનાવવાના બીજા દિવસે શિસ્ત સમિતિની બેઠક મળી. ટોટલ 2220 વ્યક્તિઓએ લગભગ 94 લોકો વિરોધ ફરિયાદ આપી. ત્રણ ચાર તબક્કામાં શિસ્ત સમિતિએ કામ કર્યું. ખૂબ જ અનુભવી શિષ્ત સમિતિમાં લોકો મૂક્યા હતા. એમને સંપૂર્ણ ફ્રિ હેન્ડ આપવામાં આવ્યો હતો. ખૂબ મોટા લોકો હોય પણ જવાબદાર લોકો હોય અને પાર્ટીનું વિરુદ્ધ કામ કર્યું અને એના પુરાવાઓ સાથે વિગતો આવી હોય તો એને સાંભળવાની પણ તક નથી આપીને એવા લોકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય શિષ્ત સમિતિ લીધો છે. કેટલાકના હોદ્દા ઉપરથી રાજીનામાં લીધા છે. કેટલાક લોકોને ઠપકારી દરખાસ્તો કરીને તો હુ માનું ત્યાં સુધી આજે શિસ્ત સમિતિની પત્રકાર પરિષદમાં બે વખત શિસ્ત સમિતિ મળ્યા પછી જે નિર્ણયો લીધા છે, તે વિગતો શિસ્ત સમિતીએ આપી છે. અને શિસ્ત સમિતીના નિર્ણયને હુ આવકારૂ છું.

ભાજપની જીત પર શું બોલ્યા જગદીશ ઠાકોર
વિધાનસભાની ચૂંટણી 17 સીટોમાં સમેટાઈ જવા પર જગદિશ ઠાકોરે જણાવ્યુ કે,”આ શબ્દ વારંવાર ડૂબતી, પતી ગયેલી કોંગ્રેસ બીજું, ત્રીજું મીડિયામાં ખૂબ આવે છે. તમે જુઓ નફરતનો ખેલ ખેલવાવાળાઓની સામે ભારત જોડોની યાત્રા લઈને નીકળે અને ભારતીય જનતા પાર્ટીની દેશની કાર્યકારીણી સમિતિમાં પ્રધાનમંત્રીએ બોલવું પડે, કોઈ એક સમાજ માટે એલફેલ બોલવાનું બંધ કરી દો. આ શું સૂચવે છે? તે બતાવે છે કે આ દેશમાં તમામ ધર્મો તમામ કોમ આ દેશનો સરસ મજાનો બગીચો છે. આ દેશમાં ગુજરાતમાં જે ચૂંટણીઓ થઈ અમે અમારા કેન્ડિડેટને જ્યારે સાંભળ્યા ત્યારે પાંચ 25 વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ ચૂંટણી લડતા હોય એ રીતે ચૂંટણીનું તંત્ર ચાલ્યું. જેલો માંથી ગુનેગારો સાથે મીટીંગ કરી અને કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે એની સાથે વન ટુ વન વાર્તાલાપો કરીને એને પેરોલ અપાવ્યા, મહિના મહિનાની પેરોલ અપાવીને કોંગ્રેસને નુકસાન કરવાનું કામ કર્યું.

રૂપિયાની રેલમ છેલ, ધાક ધમકીથી આખી જે ચૂંટણી જીત્યા છે, ત્યારે મીડિયાને પૂછવા માંગુ છું કે નવી સરકાર આટલી મોટી થમ્બિંગ મેજોરીટી સાથે બની, એનો ક્યાય આનંદ દેખાય છે ખરો. એની ક્યાંય ઉજવણી દેખાય છે ખરી? ગુજરાતની પ્રજાએ આટલી મોટી સીટો જ્યારે આપી છે ત્યારે ગુજરાતની પ્રજામાં એનો આનંદ ઉજવણી કે ઉત્સાહ દેખાતો નથી એ કહી આપે છે કે આ જીત એ કૃત્રિમ જીત છે .આ જીત એ ધાકધમકી, સરકારી તંત્રનો દૂર ઉપયોગ, ક્યાંક ઈવીએમ મશીનની ગરબડી ગણો કે ચૂંટણી તંત્રની ગરબડી ગણો, ક્યાં પોલીસનો બેફામ દુરુપયોગ ગણો કે રૂપિયાની રેલમ છેલ ગણો. આ તમામ બાબતોને લઈને ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણીના પરિણામો માટે કોંગ્રેસ પહેલી વખત આ પરિણામો નથી ભોગવ્યા.

આવનાર ઇલેકશનની તૈયારી અંગેની રણનીતિ અંગે તેમણે કહ્યું કે, “અમે ઇલેક્શન ની તૈયારીઓ કરી રહ્યા છે બધી જગ્યાએ કોંગ્રેસ ચૂંટણી લડવાની છે તાકાતથી ચૂંટણી લડવાની છે ભારતીય જનતા પાર્ટી જે કંઈ ધારાસભામાં જે કામ કરવામાં સફળ રહી એ કામ એને સફળતા તાલુકા જિલ્લા અને નગરપાલિકામાં ન મળે એવી તકેદારી રાખીને અમે નવી રણનીતિ નક્કી કરીને ચૂંટણી લડીશું.”

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT