Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર, ગુજરાતમાં કોને કોને અપાઈ ટિકિટ?

ADVERTISEMENT

Loksabha Election 2024
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની યાદી જાહેર
social share
google news

Loksabha Election 2024:  લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે આ યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વર્તમાન 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.  

ગુજરાતમાં કોંગ્રેસે કોને ક્યાંથી ઉતાર્યા મેદાનમાં?

- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચોધરી
- વલસાડથી અનંત પટેલ
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- પોરબંદરથી લલિત વસોયા
- દમણ-દીવથી કેતનભાઈ પટેલ
- કચ્છથી નિતિશ લાલન

8 માર્ચે જાહેર કરી હતી પ્રથમ યાદી

આપને જણાવી દઈએ કે, ગત 8 માર્ચના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. કોગ્રેસની પહેલી યાદીમાં દિલ્હી, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલયા, ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. તો પહેલી યાદીમાં ગુજરાતના કોઈ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. 

આ પણ વાંચો

ADVERTISEMENT

કોંગ્રેસની પ્રથમ યાદીમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ જાહેર કરવામાં આવ્યા હતા. 

 

ADVERTISEMENT

ભાજપે જાહેર કર્યા છે 15 ઉમેદવાર

  • કચ્છ - વિનોદ ચાવડા
  • બનાસકાંઠા - ડો. રેખા ચૌધરી
  • પાટણ - ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર - અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
  • રાજકોટ - પુરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર - મનસુખ માંવડિયા
  • જામનગર - પૂનમ માડમ
  • આણંદ - મિતેશ પટેલ
  • ખેડા - દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ - રાજપાલસિંહ જાદવ
  • દાહોદ - જસવંતસિંહ ભાભોર
  • ભરૂચ - મનસુખ વસાવા
  • બારડોલી - પ્રભુભાઈ વસાવા
  • નવસારી - સી.આર પાટીલ

    follow whatsapp

    ADVERTISEMENT