કોંગ્રેસ હારમાંથી શીખી કે આરંભે શુરા? હાથ સે હાથ જોડો યાત્રા ગુજરાતની તમામ ગ્રામપંચાયત સુધી પહોંચશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. જે કોંગ્રેસ 149 બેઠકો જીતી હતી તે જ કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જીતી અને પોતાનું સૌથી કંગાળ પ્રદર્શન બતાવ્યું હતું.હવે કોંગ્રેસ માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી એક પડકાર બારબર છે. ત્યારે કોંગ્રેસે હવે આળસ મરડી છે. આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કર્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારઓ અને આગેવાનો સાથે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. સાથે આવવાનો અને આપણા રાષ્ટ્રને મજબૂત કરવાનો. આ યાત્રા 7 મી સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 12 રાજ્યોમાંથી પસાર થશે. જે જમ્મુ અને કાશ્મીરમાં પરિણામવાની છે અને તેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે,ભારત જોડો યાત્રા – લગભગ 150 દિવસના સમયગાળામાં લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાને પહેલેથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આજે આ યાત્રા 104 દિવસ અવિરત રોજના 25 કિ.મી. ચાલીને આપણા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કોંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે. આ યાત્રા પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી, નફરત અને વિભાજનની રાજનીતિ અને આપણી રાજકીય વ્યવસ્થાના અતિશય કેન્દ્રીકરણને સંબોધવા માંગે છે જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ઐતિહાસિક ચળવળનો ભાગ બનવા માટે એકઠા થઈ રહ્યા છે. તે ભારતની એકતા, તેની સાંસ્કૃતિક વિવિધતા અને તેના લોકોના અવિશ્વસનીય મનોબળની ઉજવણી છે.

ADVERTISEMENT

બેઠકમાં સર્વાનુમત્તે “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT