Congress ના નેતા જોડાશે AAP માં? Isudan Gadhvi ના ટ્વિટે વધારી કોંગ્રેસની ચિંતા

ADVERTISEMENT

gadhvi
gadhvi
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં નેતાઓની નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી અને આપમાં જોડાવા લાગ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાશે તે ટ્વિટ કરી માહિતી આપી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સતત રાજકીય ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે જ પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ આપમાં જોડાયા છે.  ચૂંટણી સમયે કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇસુદાન ગઢવીની ટ્વિટથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરી કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાઈ શકે છે.

ઇસુદાન ગઢવીનું ટ્વિટ
ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરતાં કહ્યું કે, કોંગ્રેસના કેટલાય સારા નેતાઓ થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

સી વોટરના ફાઉન્ડરે કહી હતી આ વાત
સી વોટરના ફાઉન્ડર યશવંત દેશમુખે આમ આદમી પાર્ટીના વધતાં પ્રભાવ અંગે ટ્વિટ કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના મતમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જો તેનો ગ્રાફ જો સતત આ રીતે વધતો રહ્યો તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરશે. હાલ ના સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા લોકોમાં 25 ભાજપના સમર્થકો ભળી રહ્યા છે ત્યારે 75 કોંગ્રેસના સમર્થકો ભળી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT