ફાટેલા કપડાં, તેલનો ડબ્બો, ગેસનો બાટલો, નેતા વિચિત્ર રીતે મતદાન મથકે પહોંચતા લોકો જોતા રહી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન બાપુનગરમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. મોંઘવારી અને પેપરલીકની ઘટનાના વિરોધ સાથે કોંગ્રેસના પ્રવક્તાએ કાર્યકરો સાથે મતદાન કરવા માટે બુથ પર પહોંચ્યા હતા. તેમના વિરોધ કરવાની આ રીત જોઈને તેઓ ચર્ચામાં આવી ગયા હતા.

કોંગ્રેસ પ્રવક્તાએ બાપુનગરમાં વોટ નાખ્યો
અમદાવાદની બાપુનગર વિધાનસભામાં આજે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક અલગ જ અંદાજમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અમિત નાયક ઘરેથી જ ફાટેલા કપડા પહેરીને નીકળ્યા હતા. તેમના હાથમાં તેલનો ડબ્બો હતો અને અન્ય કાર્યકરોએ ગેસનો બાટલો સાથે રાખ્યો હતો. આમ તેમણે મોંઘવારીના વિરોધ સાથે મતદાન મથકમાં જઈને વોટ આપ્યો હતો. મતદાન બાદ તેમણે કહ્યું કે, નાગરિકો હવે બોલી શકતા નથી, આથી મેં સરકારે વધારેલી મોંઘવારી, બેરોજગારીનો પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું છે.

ADVERTISEMENT

ધીમા મતદાન પર જગદીશ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
જગદીશ ઠાકોર નરોડામાં મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, મતદાન થવું જ જોઈએ, મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને ગમતી પાર્ટીને પસંદ કરે. મતદાન સારું થઈ રહ્યું છે, પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ. કોંગ્રેસના બુથો છે ત્યાં મશીન ધીમા ચાલે છે. બીજાના બુથો છે ત્યાં મશીન બરાબર ચાલે છે. આ કેવું ચૂંટણી પંચ છે, આ કેવી વ્યવસ્થા છે, જેના પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.

1 વાગ્યા સુધીમાં 34 ટકા મતદાન થયું
નોંધનીય છે કે, આ જે બીજા તબક્કાના મતદાનમાં સવારથી પ્રથમ તબક્કા મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 93 બેઠકો પર અંદાજે 34.74 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT