કોંગ્રેસના ધુરંધરોએ ધડાધડ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કર્યા, શું ખરેખર ચૂંટણી લડવી નથી કે પછી પત્તા કપાયા?

ADVERTISEMENT

LokSabha Election 2024
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો મોટો ધડાકો
social share
google news

LokSabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને રાજકીય પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે 11 બેઠકો પર ટૂંક જ સમયમાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર બાદ વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી અટકળો

છેલ્લા ઘણા દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ફરી એક વખત જૂના ચહેરા પર દાવ લગાવવા જઈ રહી છે. આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવાની છે. આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ અને ભરતસિંહ વચ્ચે ટક્કર થઈ શકે છે. એવામાં તેઓએ આ મામલે ખુલાસો કરીને અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

ભરતસિંહે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

ભરતસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. તેઓએ લખ્યું છે કે,  મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

હું હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકારીશઃ ભરતસિંહ

આ સાથે જ તેઓએ લખ્યું છે કે, હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ અને તેનું પાનલ કરીશ. ગુજરાત કોંગ્રેસના જૂના નેતા ભરતસિંહ સોલંકીએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, કયા કારણોસર ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો તે માટેની કોઈ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવી નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT


જગદીશ ઠાકોરે પણ કરી હતી જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. રાહુલ ગાંધી પણ આવુ ઇચ્છે છે કે, નવા ઉમેદવારોને તક મળે. આ માટે ચૂંટણી ઈન્ચાર્જથી લઈને ઉપલી નેતાગીરીની સાથે ચર્ચા કરી છે. આ માટે હાલમાં પોતાની નાદુરસ્ત તબિયત સહિતના કારણોને પણ તેઓએ રજૂ કરવામાં આવ્યા છે.


 

    follow whatsapp

    ADVERTISEMENT