કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધ્યો! સ્થાનિક અગ્રણીઓ દ્વારા ટિકિટ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસનો આંતરિક વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન ચાણસ્મા ખાતે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓમાં…
ADVERTISEMENT
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસનો આંતરિક વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન ચાણસ્મા ખાતે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓમાં ટિકિટ મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. જેને પગલે તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે હારીજ ખાતે આયોજિત કોંગ્રેસના સંમેલનમાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ઉમેદવારની માગ સાથે શક્તિ પ્રદર્શન
કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ચાણસ્મામાં સ્થાનિક ઉમેદવારની માગ સાથે વિરોધ પ્રદર્શન હાથ ધરાયું છે. જેમાં હારીજના નવરંગપુરા ખાતે કોંગ્રેસના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ દ્વારા કોઈ સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવતા નથી. એના પગલે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો.
શપથ લઈને દર્શાવ્યો અનોખો વિરોધ
કોંગ્રેસના ઉમેદવારોએ ચાણસ્મામાં 16 ટિકિટ માટે ઈચ્છુક ઉમેદવારોએ શપથ લીધા હતા. શપથ લેનારા 16 ઉમેદવારોમાંથી કોઈપણ ફૂટે નહીં એના માટે બધાએ ગોગા મહારાજના શપથ લીધા છે. આ અંગે બધાએ ગોગા મહારાજને સાક્ષી રાખી શપથ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો.
ADVERTISEMENT
With Input- વિપિન પ્રજાપતિ
ADVERTISEMENT