કોંગ્રેસમાં આંતરિક વિવાદ સતત વધ્યો, જુનાગઢમાં પાર્ટીના જ ધારાસભ્ય વિરૂદ્ધ લાગ્યા નારા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સતત સામે આવી રહ્યો છે. એક બાજુ જુનાગઢમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર માટે સતત મહેનત કરી રહી છે તો બીજી બાજુ આંતરિક વિવાદના પગલે કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની મા કે દ્વાર યાત્રા જુનાગઢ પહોંચી જતા આંતરિક વિવાદ છતો થઈ ગયો હતો. ત્યાંના કોંગ્રેસ અનુસૂચિત સમાજ દ્વારા ધારાસભ્ય ભીખાભાઈ જોશી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો ચલો સમગ્ર વિવાદ પર નજર કરીએ…

મા કે દ્વાર રેલી જુનાગઢ પહોંચતા થયો હોબાળો!
કોંગ્રેસની મા કે દ્વાર યાત્રા જ્યારે જુનાગઢ પહોંચી ત્યારે આંતરિક વિવાદ સામે આવ્યો હતો. એક બાજુ અહીં કેન્દ્રીય અને રાજ્યના દિગ્ગજ નેતાઓનું સ્વાગત કરાઈ રહ્યું હતું. જ્યારે બીજી બાજુ જુનાગઢના કાળવા ચોક પાસેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટીના જ ધારાસભ્ય ભીખાભાઈ જોશી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન મામલો થાળે ન પડતા અન્ય દિગ્ગજો શાંત કરવા માટે મેદાનમાં આવ્યા હતા.

દલિત સમાજની નારજગી દૂર કરવા દિગ્ગજોએ કરી પહેલ
ઉલ્લેખનીય છે કે દલિત સમાજ નારાજ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભીખા ભાઈ જોશી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર વધી જતા કોંગ્રેસના દિગ્ગજોએ શાંતિ જળવાઈ રહે તે માટે મેદાનમાં આવવું પડ્યું હતું. આ દરમિયાન અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા સહિતના દિગ્ગજ નેતાઓએ સૂત્રોચ્ચારને બંધ કરાવવા માટે સમજાવવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી તેમણે મહામહેનતે આ વિવાદ થાળે પાડવાની તજવીજ શરૂ કરી હતી.

ADVERTISEMENT

દલિત સમાજના નેતા રાજુ સોલંકીએ કહ્યું કે અમારા દલિત સમાજની માગણી છે કે તમે ભીખાભાઈ જોશીને ટિકિટ ન આપો. એણે કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા દલિત નેતાને હરાવવાનું કામ કર્યું હતું. નોંધનીય છે કે દલિત સમાજની નારાજગી કોંગ્રેસના અન્ય નેતાઓએ દૂર કરી હતી. પરંતુ આ પ્રમાણેના વિરોધ ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટી માટે નુકસાનકારક નિવડી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT