પાટણના MLA કિરીટ પટેલના રાજીનામાની ચીમકી બાદ કોંગ્રેસ એક્શનમાં, જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને હટાવાયા
Patan News: લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને હટાવી દેવામાં આવ્યા છે. પક્ષ…
ADVERTISEMENT
Patan News: લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને હટાવી દેવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની રાજીનામાની ચીમકી બાદ પ્રદેશ નેતાગીરી દ્વારા મંજુલાબેનને દંડક પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
મારી બે માંગણીઓ પૂરી થઈ છેઃ કિરીટ પટેલ
આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે,આ પહેલા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે વદુજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે. એટલે મારી બે માંગણીઓ પૂરી થઈ છે. જોકે, જિલ્લા પ્રમુખ પદ માટે અમારે નામ આપવાનું બાકી છે. ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખ પદ માટે નવા ચહેરાનું નામ નક્કી કરવામાં આવશે.
લખિતમાં કરવામાં આવી હતી માંગ
આપને જણાવી દઈએ કે, ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ પ્રદેશ કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે કિરીટ પટેલે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
અટકળો વહેતી થતાં પ્રદેશ પ્રમુખે કરી કાર્યવાહી
તો બીજી બાજુ મીડિયામાં ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપનામાં જોડાશે તેવી અટકળો પણ શરૂ થઈ ગઈ હતી. જે બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદ ઉપરથી મંજુલાબેન રાઠોડને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT