Congress એ આ બેઠકો પર કાપી સિટિંગ MLA ની ટિકિટ, જાણો કોનું પત્તું કપાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 10 જેટલા સિટિંગ ધરાસભ્યોની ટિકિટ કાપી છે. એક તરફ કોંગ્રેસ કહી રહી હતી કે તેમના ધારાસભ્યોને રિપીટ કરી રહ્યા છે ત્યારે કુલ 10 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

  • ભાવેશ કટારા- જલોદ
  • મોહન વાળા- કોડીનાર
  • નીરંજન પટેલ- પેટલાદ
  • સુરેશ પટેલ- માણસા ( ન લડવાની જાહેરાત કરી હતી)
  • ભરતજી ઠાકોર- બેચરાજી
  • રાજેશ ગોહિલ -ધંધુકા
  • જશુભાઇ પટેલ- બાયડ
  • પ્રેમ સિંહ રાઠવા- નાંદોદ
  • વજેસિંહ પણદા- દાહોદ
  • સંતોક અરેઠિયા-રાપર

આ બેઠકો પર કોંગ્રેસ – એનસીપીનું ગઠબંધન 
NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, અમદાવાદ (નરોડા) અને દેવગઢ બારીયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે. અમદાવાદની નરોડા બેઠક પર ભાજપે ડૉ. પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા છે.

બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ 
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં  આવ્યા હતા. આજે 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થયું હતું . જેમાં આજે 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT