Congress એ ચૂંટણી પંચને કરી આટલી ફરિયાદ, બુથ કેપ્ચરીંગ સહિત અનેક ફરિયાદો 

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આજે મતદાનને લઈ કોંગ્રેસ દ્વારા 6 જેટલી ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસનાં પ્રવક્તા  હિરેન બેંકરએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફી થયેલા મતદાનને રોકવા માટે જુદા જુદા પ્રકારના હથકંડાઓ અપનાવી મતદાન રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જેને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રવક્તા  હિરેન બેંકરએ જણાવ્યું હતું કે કોંગ્રેસપક્ષ તરફી થયેલા મતદાનને રોકવા માટે જુદા જુદા પ્રકારના હથકંડાઓ અપનાવી મતદાન રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોંગ્રેસપક્ષ તરફી થયેલા મતદાનને રોકવા માટે જુદા જુદા પ્રકારના હથકંડાઓ અપનાવી મતદાન રોકવા, બોગસ મતદાન, ધીમુ મતદાન, બુથ કેપ્ચરીંગ જેવી ફરીયાદો સામે આવી હતી. જેને અનુલક્ષીને કોંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ક્રમ- વિધાનસભાનું નામ-  ફરીયાદની વિગત
1- 79-જામનગર બુથ નં. 157, શાળા નં. 26માં જાણી જોઈને મતદાન ધીમુ કરાવવા બાબત.
2- 107-બોટાદ અસામાજીક તત્વો દ્વારા બુથ નં. 130, 244, 245, 246, 207, 208, 247, 242, 243 અને વોર્ડ નં. 1 અને 2 માં બોગસ મતદાન બાબત.
3- 61-લીંબડી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અમલા ગ્રામ પંચાયતના બુથ કેપ્ચરીંગ બાબત.
4- ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાનું મતદાન ભાજપની જાહેરસભાના પ્રવચનનું પ્રસારણ બાબત.
5- સુરત સુરત જીલ્લાના તા.પલસાણાના બાલેશ્વર ગામના બુથ નં. 1 થી 5 ઉપર સરકારી અધિકારીઓ રાજકીય ખેસ તથા ઝંડા સાથે રાખીને મતદાન કરાવવા બાબત.
6- ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાનું મતદાન વિવિધ ન્યુઝ ચેનલ દ્વારા મતદાન કર્યા બાદ મતદારોના ઈન્ટરવ્યુ બાબત.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT