ભાજપનો ગઢ જીતવા કોંગ્રેસે રણનીતિ બદલી, જાણો વેજલપુરમાં કયો દાવ રમ્યો…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે અત્યારે એકપછી એક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે અત્યારે એકપછી એક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જોવા જઈએ તો ત્રિપાંખીયા જંગમાં હવે કોંગ્રેસે પણ જૂની રણનીતિ બદલીને નવી રણનીતિ અપનાવી હોય એમ લાગી રહ્યું છે. વેજલપુર બેઠકની વાત કરીએ તો અહીં પાટીદાર કાર્ડ રમીને કોંગ્રેસ કઈક નવા જૂની કરે એમ લાગી રહ્યું છે. ચલો ભાજપના ગઢ એવી વેજલપુર બેઠકના રાજકીય સમીકરણો પર નજર કરીએ….
કોંગ્રેસે બદલી રણનીતિ…
વેજલપુર બેઠકની વાત કરીએ તો એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે ગત વિધાનસભા ચૂંટણી 2017માં અહીંથી ભાજપે કિશોર ચૌહાણને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા મિહિર શાહને ટિકિટ આપવામાં આવી હતી. જોકે તે સમયે કિશોર ચૌહાણની જીત થઈ હતી. તેવામાં આ વખતે 2022માં કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમ્યું છે અને રાજેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે 2022 ચૂંટણી માટે અમિત ઠાકરને મેદાનમાં ઉતાર્યા છે. તેવામાં જાણીએ કોંગ્રેસે કેવી રીતે રણનીતિ બદલી છે.
કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમ્યું
વેજલપુર બેઠક પર અગાઉ કોંગ્રેસે મિહિર શાહને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ વેળાએ પાર્ટીએ પાટીદાર ફેક્ટરનો ફાયદો ઉઠાવવા રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર જીત મેળવવી કોંગ્રેસ માટે ઘણી મુશ્કેલ રહેશે એમ અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
વેજલપુરમાં સ્થાનિકોની સમસ્યા…
રિપોર્ટ્સ પ્રમાણે વેજલપુર બેઠક પર અત્યારે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો હજુ બરાબર ઉકેલ આવ્યો નથી. તેવામાં સરખેજ તળાવથી ગંદા પાણીના ઉકેલથી લઈ શુદ્ધ પીવાના પાણીની સમસ્યાથી પણ લોકો પસાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં પણ આ પ્રાથમિક મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ શકે છે.
ADVERTISEMENT