BREAKING: કોંગ્રેસના વધુ એક ઉમેદવાર પર હુમલો, જીવ બચાવવા નેતાને પોલીસ સ્ટેશનમાં રાખવા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/પંચમહાલ: ઘોઘમ્બાના ગોંદલી ગામના બુથ ઉપર બબાલ થઈ હતી. ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને ભાજપના બુથ એજન્ટ સાથે બબાલ થતા સ્થિતિ વણસી હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતાં કેટલીક ગાડીઓના કાચ તોડવામાં આવ્યા તેમજ નુકસાન કરવાની ઘટના સામે આવી હતી.

કોંગ્રેસના ઉમેદવારને માંડ માંડ ગામમાંથી બહાર કઢાયા
રાજગઢ પોલીસે મધ્યસ્થી કરી પ્રભાતસિંહ ચૌહાણને ગોંદલી ગામમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હાલમાં પ્રભાતસિંહ ચૌહાણને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ADVERTISEMENT

બોગસ મતદાનની માહિતી મળતા ગામમાં પહોંચ્યા હતા ઉમેદવાર
વિગતો મુજબ, કાલોલના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણની કાર પર ગોદલી ગામે હુમલો કરવામાં આવ્યો હતો. મતદાન મથકે બોગસ વોટિંગની માહિતી મળતા પ્રભાતસિંહ તપાસ માટે ગયા હતા. જ્યાં ભાજપના બુથ એજન્ટ સાથે તકરાર થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી હતી કેટલાક વાહનોમાં તોડ ફોડ કરવામાં આવી હતી અને કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. સ્થિતિને જોતા મિલિસ્ટ્રી પણ પોલીસની સાથે ગામમાં પહોંચી ગઈ હતી.

દાંતાના ઉમેદવાર પર પણ હુમલાનો આક્ષેપ કરાયો
નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે દાંતાના કોંગ્રેસના ઉમેદવાર પર પણ હુમલો કરાયો હોવાની ફરિયાદ થઈ હતી. અચાનક કોંગ્રેસના ઉમેદવાર ગુમ થઇ જતા મોડી રાત્રે કોંગ્રેસના કેટલાય નેતાઓએ ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પાર્ટી ચૂટણી પંચને આ ફરિયાદ કરી હતી. આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગએ ટ્વીટ પણ કર્યું હતું કે, અમારા અમારા ધારાસભ્ય તથા ગુજરાતની દાંતા વિધાનસભાની આદિવાસીઓ માટે સીટના ઉમેદવાર કાંતિભાઇ ખરાડી પર હુમલો કર્યા બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું.

ADVERTISEMENT

ADVERTISEMENT

(વધુ વિગતો ઉમેરવારમાં આવી રહી છે…)

    follow whatsapp

    ADVERTISEMENT