‘AAPના ઉમેદવાર જેવી હાલત કરીશું’, અમદાવાદમાં હવે કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળી
અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ગઈકાલે રાત્રે AAPના ઉમેદવાર પર હુમલાની ઘટના બની હતી. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે હવે…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ગઈકાલે રાત્રે AAPના ઉમેદવાર પર હુમલાની ઘટના બની હતી. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે હવે ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવારે પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય તેવી અરજી પોલીસને કરી છે. ઠક્કરબાપા નગરના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે ધમકી આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. સાથે જ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું છે.
પોલીસમાં અરજી કરી ઉમેદવારે ફરિયાદ કરી
કોંગ્રેસના ઠક્કરબાપા નગર બેઠકના ઉમેદવાર વિજયકુમાર બ્રહ્મભટ્ટે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આજે સવારે મારા ઘરે ભાજપના ખેસ પહેરેલા 4 વ્યક્તિઓ આવ્યા હતા અને કહ્યું કે, ગઈકાલે રાત્રે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાલત કરી છે તેવી હાલત તમારી કરીશું. તેમણે મારા ચૂંટણી પ્રચારને અટકાવવાનો પ્રયાસ કર્યો છે, તેમજ બિભત્સગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
ADVERTISEMENT
ગઈકાલે AAPના ઉમેદવાર પર થયો જીવલેણ હુમલો
નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે અમદાવાદના ઠક્કરબાપા નગર બેઠકથી AAPના ઉમેદવાર પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઉમેદવારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ હુમલા પાછળ ભાજપના લોકો હોવાનો આક્ષેપ AAP દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે ઠક્કરબાપા નગર બેઠક પર પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ પર કર્યો આક્ષેપ
હુમલા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ ગુંડા ગર્દી પર ઉતરી આવ્યું છે !ભાજપના નમાલા શાસકો કાયદો અને વ્યવસ્થા જાળવી નથી શકતા ! હાર ભાળી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જીવલેણ હુમલો કર્યો છે ! ગુજરાતની જનતાને વિનંતી કે આ વખતે કોઈ પણ ભોગે ગુંડા પાર્ટી ભાજપને કાઢો ! સગો ભાઈ ઉભે તોય ભાજપને મત ના આપતા ! પાપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT