કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન, જગદીશ ઠાકોર-જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓની અટકાયત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેશભરમાં મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ (Congress) આક્રામક બની છે. એવામાં આજે રાજ્યભરમાં ગુજરાત કોંગ્રેસે સવારે 8 થી 12 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે. ત્યારે આજે નરોડા ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી હતી. બીજી તરફ NSUI દ્વારા પણ શહેરમાં કેટલીક કોલેજો બંધ કરાવવામાં આવી હતી. જોકે બાદમાં જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી સહીતના કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

નરોડામાં જગદીશ ઠાકોરની કાર્યકરો સાથે રેલી
દેશભરમાં વધી રહેલી મોંઘવારી તથા બેરોજગારી સહિતના મુદ્દાઓ પર ગુજરાત કોંગ્રેસ આક્રામક બન્યું છે. જગદીશ ઠાકોરે નરોડામાં રેલી કાઢી લોકોને બંધમાં જોડાવવા અપીલ કરી હતી. આ સાથે તેમણે આક્ષેપ મૂક્યો કે, ભાજપ દ્વારા વેપારીઓને બંધમાં ન જોડાવવા ધમકી અપાઈ રહી છે. કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી
બીજી તરફ અમદાવાદમાં NSUI દ્વારા શિક્ષણકાર્ય બંધ કરાવાયું હતું. NSUIના કાર્યકરોએ જીએલએસ અને સેન્ટ ઝેવિયર્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ વિરમગામમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ બજાર બંધ કરાવવા જતા તેમની અટકાયત કરાઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT