દારૂબંધીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર કહ્યું, દારૂબંધી ફક્ત નામની
અમદાવાદ : ગુજરાતની ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આજતકના પંચાયત કાર્યક્રમમાં કોંગ્રેસે ભાજપ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. દારૂબંધી અને ડ્રગ્સ મામલે…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતની ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આજતકના પંચાયત કાર્યક્રમમાં કોંગ્રેસે ભાજપ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. દારૂબંધી અને ડ્રગ્સ મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે. પહેલા ઉડતા પંજાબ હતું હવે ઉડતા ગુજરાત બની ચૂક્યું છે.
કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું કે દારૂબંધી લઈ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે. ભ્રષ્ટાચાર પણ જબરદસ્ત છે. પહેલા ઉડતા પંજાબ હતું, હવે ઉડતા ગુજરાત બની ગયું છે. એક લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું છે, કોઈ પૂછનાર નથી. યુથ કોંગ્રેસે યુવા પરિવર્તન યાત્રા કાઢી હતી. એક પણ જિલ્લો બાકી નથી, જ્યાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ભાજપનો વિરોધ કર્યો.
ભાજપના કૌભાંડ બોલે છે
લઠ્ઠા કાંડ ઘટના પર ઈન્દ્રવિજયસિંહ ગોહિલે સરકારને ઘેરી હતી. સુરતમાં આગની ઘટના, મોરબી અકસ્માત પર પણ સરકાર પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસનું પોતાનું કામ જ બોલે છે. જ્યારે ભાજપના કૌભાંડો બોલે છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો પોર્ટફોલિયો છીનવી લેવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ડ્રગ્સ મામલે ભાજપે આપ્યો જવાબ
ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે 27 વર્ષમાં એક પણ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય તો કહો. કેન્દ્ર કે ગુજરાત. ક્યાંક ભ્રષ્ટાચારનો આરોપ હોય તો મને જણાવો. ડ્રગ્સના સવાલ પર તેમણે કહ્યું- જો કોઈ અમારા ટ્રાન્ઝિટ રૂટનો ઉપયોગ કરી રહ્યું છે અને અમે ડ્રગ્સ પકડીએ છીએ તો તેમાં ખોટું શું છે. ડ્રગ્સ પકડીને અમે યુવાનોને બચાવીએ છીએ. તેને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. હાલમાં સરકાર એક અભિયાન ચલાવી રહી છે. દારૂ પીને 170 લોકોના મોત પર કહ્યું- અમે ગુનેગારોને જેલમાં ધકેલી દીધા છે. સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસે અમને અનુશાસન ન શીખવવું જોઈએ
ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું- કેડરબેઝના આધારે અમે સરકારમાં નવા ચહેરાઓને તક આપી છે. કોંગ્રેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની જેમ કામ કરી રહી છે. પ્રમુખ બનાવવા માટે જે નાટક થયું છે તે આપણે જોયું છે. કોંગ્રેસે અમને અનુશાસન ન શીખવવું જોઈએ. ટ્રાન્સફર પર કહ્યું કે તે સીએમનો વિશેષાધિકાર છે. એક મંત્રીનો હવાલો બીજાને આપવો એ ક્યાં ખોટું છે? જો કંઈક ખોટું છે, તો તે સામે લાવવા જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT