કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત, આ ત્રણ બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉતારે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં રોજે રોજ નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. આજે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ સીટો માટે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા ત્રણ સીટો પર ગઠબંધન કરવામાં આવ્યું છે. આ સાથે જ હજુ કુતિયાણાની બેઠકને લઈને પણ ચર્ચા બંને પાર્ટીઓ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ દ્વારા ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવ્યું
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે અમારી સાથે મજબૂતીથી રહ્યા છે તેવા સાથી પક્ષો સાથે ગઠબંધનને મજબૂતાઈથી નિર્ણય લેવાયો છે. NCP સાથે રહીને આ ત્રણેય બેઠકો પર ચૂંટણી લડીશું. અને 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. આ ત્રણ સિવાય બીજી કોઈ બેઠક પરથી ઉમેદવાર લડશે તો NCP તેને સમર્થન આપશે નહીં.

હજુ કુતિયાણા બેઠકને લઈને ચર્ચા
NCPના ગુજરાત અધ્યક્ષ જયંતિ બોસ્કીએ કહ્યું કે, અમારા પક્ષથી થયેલા કોઈપણ ખરાબ કામનું પુનરાવર્તન નહીં થાય તેની પૂરે પૂરી જવાબદારી હું આપું છું. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ સાથે ચર્ચા ચાલી રહી છે.આ સાથે જ તેમણે કહ્યું કે, મેન્ડેટ નહીં આપવા છતાં જો કોઈ ઉમેદવારો આ ત્રણ બેઠક સિવાય ફોર્મ ભરશે તો તેમને NCPમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT