PMJAY –MA યોજનાનો લાભ દર્દીને ન આપનાર સુરતની 3 હોસ્પિટલની હાલત બગડી, લેવામાં આવ્યા આકરા પગલાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે.
આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ત્યારે નિ:શુલ્ક સહાયને લઈ પૈસાના ઉઘરાણા કરતી હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

એક તરફ સરકાર રાજ્યની જનતાને આરોગ્ય બાબતે સહાય રહે તે માટે કાર્ય કરવામાં આવે છે. ત્યારે આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક  આપવામાં આવી રહી છે. આ મામલે  9 જાન્યુઆરી ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ  અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.

દર્દીને લૂટવામાં આવતા થઈ કાર્યવાહી 
PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી . જ્યારે ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી , નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તથા  સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ અને    ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાત તકના અહેવાલની અસર, રૈયોલીની ગ્રામસભામાં થયેલી બબાલના વાયરલ વિડીયો મામલે થઈ મોટી કાર્યવાહી

મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવાતા
પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગતી) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી. ત્યારે દર્દીઓને લૂંટી રહેલી સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT