ગુજરાતના ચૂંટણી પ્રચારમાં બંગાળીઓ પર ટિપ્પણી કરી ફસાયા પરેશ રાવલ, પોલીસ સુધી પહોંચ્યો મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બોલિવૂડ એક્ટર પરેશ રાવલ પોતાના વિવાદિત નિવેદનને લઈને ફસાયા છે. વલસાડમાં એક ચૂંટણી સભામાં ભાજપ માટે પ્રચાર કરતા દરમિયાન એક્ટરે બંગાળીઓને લઈને એક ટિપ્પણી કરી હતી. જે બાદ તેઓ વિવાદોમાં ફસાયા છે. એક્ટર પોતાના નિવેદનને લઈને પહેલા જ માફી માગી ચૂક્યા છે, પરંતુ હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોહમ્મદ સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તલતલાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરેશ રાવલ પર માહોલ ખરાબ કરવાનો આરોપ
CPI(M)ના નેતા મોહમ્મદ સલીમે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે, તેમણે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરેશ રાવલના ભાષણનો વીડિયો જોયો. તેમણે પરેશ રાવલ પર જાહેર મંચ પરથી ભાષણ દ્વારા તોફાન ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે દેશભરમાં બંગાળી અને અન્ય સમુદાયના લોકો વચ્ચે સદભાવને ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, એક્ટરના નિવેદનથી પ્રવાસી બંગાળીઓને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમણે પોલીસમાં ફરિયાદ કરીને પરેશ રાવલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

કારણ વિના બંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે
મોહમ્મદ સલીમે આગળ કહ્યું કે, પરેશ રાવલે જે રીતે બંગાળીઓનો વિષય ઉઠાવ્યો છે, તેનાથી એવું લાગે છે કે દેશના તમામ બંગાળી રોહિંગ્યા અથવા પછી બાંગ્લાદેશી છે. તેમણે કહ્યું કે, બંગાળી પશ્ચિમ બંગાળથી બહાર પણ રહે છે અને આ તેમના માટે હાનિકારક થઈ શકે છે. એક્ટરના નિવેદનના કારણે બંગાળીઓને કારણ વિના ટાર્ગેટ કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

પરેશ રાવલે શું કહ્યું હતું?
વલસાડમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલા એક્ટર પરેશ રાવલે કહ્યું હતું કે, ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તે સસ્તા થઈ જશે. લોકોને રોજગાર મળી જશે, પરંતુ રોહિંગ્યા શરણાર્થી અને બાંગ્લાદેશી દિલ્હીની જેમ તમારી પાસે આવીને રહેવાનું શરૂ કરી દેશે ત્યારે શું કરશો? ગેસ સિલિન્ડરનું તમે શું કરશો? બંગાળીઓ માટે માછલી પકાવશો? તેમના આ નિવેદન બાદ વિવાદ વધતા તેમણે માફી માગી હતી અને કહ્યું હતું કે, મારો મતલબ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાથી હતી પરંતુ તેમ છતાં મેં તમારી ભાવનાને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માગું છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT