અમદાવાદમાં કોંગ્રેસના નેતા સહિત 3 વ્યાજખોરો સામે ફરિયાદ, આરોપીઓ 10થી 40 ટકા સુધી વ્યાજ વસૂલતા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી આરંભવામાં આવી છે. દિવસેને દિવસે એક બાદ એક વ્યાજખોરો પોલીસના સકંજામાં આવી રહ્યા છે.ત્યારે અમદાવાદમાં પણ કરોડોની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોંગ્રેસના નેતા જ પઠાણી ઉઘરાણી કરતા હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદીએ જમીનમાં રૂપિયા રોકાઈ જતા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજકોરોએ 10થી 40 ટકા સુધીનું વ્યાજ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ 3.78 કરોડની સામે 9.95 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં 3.36 કરોડની ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોરો ફરિયાદીની મિલકત પચાવી લેવાની ધમકી આપતા હતા.

આ પણ વાંચો: ન્યૂઝિલેન્ડમાં દરિયામાં પડેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત, પત્નીની આંખ સામે જ પતિ તણાઈ ગયો

કોંગ્રેસ નેતાએ 38 લાખ સામે 1 કરોડ વસૂલ્યા
વિગતો મુજબ, વ્યાજખોરો સામે જીગીસ પટેલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કોંગ્રેસના હોદ્દેદાર જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીના સીઈઓ નિરાલી શાહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપીઓની પણ શોધખોળ ચાલી રહી છે. આરોપી જયેન્દ્રસિંહ પરમારે 38 લાખ 10 ટકાના વ્યાજે આપ્યા હતા. જેની સામે 1 કરોડ રૂપિયા વસૂલ્યા છતાં 38 લાખની ઉઘરાણી કરતો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: ઉમરેઠમાં યુવતીના ગળે છરો ફેરવી યુવક ફરાર, તડપતી હાલતમાં યુવતી મળી આવી

આરોપીઓ પાસેથી વ્યાજના હિસાબની ડાયરી, કોરા ચેક મળ્યા
જ્યારે અન્ય આરોપી નિરાલી શાહે 1.33 કરોડ 10 ટકાના વ્યાજે આપ્યા હતા અને 1.82 કરોડ રૂપિયા વસૂલી લીધા હતા. ઉપરાંત તેણે પોતાના મકાનનું ભાડું અને ફર્નિચરના પૈસા પણ ફરિયાદી પૈસા ભરાવ્યા હતા. છતાં 1.90 કરોડ માગતી હતી અને 6 કોરા ચેક પડાવી લીધા હતા. જ્યારે હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ આપ્યા હતા અને તેની સામે 93,50,000 વસૂલ્યા હતા અને 14 લાખ રૂપિયા માગતો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને પોલીસે 20 કોરા ચેક, 11 પ્રોમેશરી નોટ, 4 કોરા સ્ટેમ્પ અને વ્યાજના હિસાબની ડાયરી તથા વાઉચરો મળી આવ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT