વડાપ્રધાનના માતા અંગે ટિપ્પણી કરતાં ઇટાલીયાના વિડીયો મામલે કોંગ્રેસના નેતા આવ્યા મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને ગુજરાતમાં વિડીયો પોલિટીક્સ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન મોદીના માતા અંગે વિવાદિત ટિપ્પણી કરતો વિડીયો વાઇરલ થયો હતો. જેને લઈને ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે હવે છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની નિંદા કરતા કહ્યું હતુ કે, આ ગુજરાત અને દેશ તેને સહન કરશે નહીં.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ આ માહોલ વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે આ દરમિયાન ગુજરાતમાં વિડીયો પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો સામે આવી રહ્યા છે. વાઇરલ તાએલ એક વિડીયોમાં ગોપાલ ઇટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને લઈ હવે કોંગ્રેસ પણ મેદાને છે. છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે ગોપાલ ઇટાલિયાની નિંદા કરતા કહ્યું હતુ કે, આ ગુજરાત અને દેશ તેને સહન કરશે નહીં.ગોપાલ ઇટાલિયાએ જાતિવાદી ટિપ્પણી કરી હતી જેને ગુજરાત અને દેશ સહન નહીં કરે. તેમણે PMની માતા વિશે ટિપ્પણી કરી હતી. માતા તો માતા હોય છે. તે કોઈ પણ ના હોઇ. માતા કમાતા નથી હોતા પરંતુ પૂત કપૂત હોય છે. અને માતા અંગે ટિપ્પણી કરી તે પણ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે.

જાણો શું છે વિડીયોમાં
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ભાજપના નેતા દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હતો . જેમાં ગોપાલ ઇટાલિયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ હતુ કે પીએમ મોદીની માતા હીરાબા પણ ડ્રામા કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે હવે કોંગ્રેસના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાની પ્રતિક્રિયા સામે નથી આવી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT