લો બોલો, પાર્ક કરેલી ગાડી પણ સુરક્ષિત નથી! કેરબો લઈને શખસે આગ ચાંપી ફૂકી મારી..
પાલનપુરઃ જગાણા ગામ ખાતે ઘરની બહાર પાર્ક કરાયેલી ગાડીને એક અજાણ્યા શખસે આગ લગાડી દીધી છે. આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.…
ADVERTISEMENT
પાલનપુરઃ જગાણા ગામ ખાતે ઘરની બહાર પાર્ક કરાયેલી ગાડીને એક અજાણ્યા શખસે આગ લગાડી દીધી છે. આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. કારણ કે પરિવાર સૂતો હતો તેનો ફાયદો ઉઠાવી અજાણ્યા શખસે તેમની ગાડીને આગ ચાંપી દીધી હતી.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ…
પરિવાર સૂતો રહ્યો અને….
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પાલનપુરના જગાણા ગામમાં અજાણ્યા શખસે ઘરની બહાર પાર્ક કરેલી ગાડીને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પરિવાર સૂતો રહ્યો હતો પરંતુ અજાણ્યો શખસ આ કૃત્ય કરીને ફરાર થઈ ગયો હતો. ગણતરીની સેકન્ડોમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
ફાયર બ્રિગેડને આગ પર કાબૂ લેવા બોલાવાઈ..
ગાડીમાં આગ એટલી ભયંકર લાગી હતી કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી. જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ મેદાનમાં આવી ગઈ હતી. તેમણે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારપછી ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા અને પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
પોલીસે તપાસ આદરી..
પરિવારના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફૂટેજ પર નજર કરીએ તો એક અજાણ્યો શખસ કેરબો લઈને આવ્યો અને ગાડીને આગમાં હોમી દીધી હતી. અગન જ્વાળાઓ જેવી વધવા લાગી કે તાત્કાલિક એ શખસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
With Input: ધનેશ પરમાર
ADVERTISEMENT
ADVERTISEMENT