Train Accident: સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, મુસાફરોમાં મચી અફરાતફરી

ADVERTISEMENT

Train Accident
સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્ક
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજસ્થાનના અજમેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા

point

સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત

point

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી

Sabarmati Express Train Accident: રાજસ્થાનના અજમેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતના પગલે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

રાજસ્થાનના મદાર સ્ટેશન નજીક સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને  માલગાડી એક જ ટ્રેક પર આવી જતાં લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હતા. જે બાદ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. 

યાત્રીએ જણાવી હકીકત

આ અંગે એક યાત્રીએ જણાવ્યું કે, ટ્રેન અજમેર રેલવે સ્ટેશનથી લગભગ 12:55 વાગ્યે નીકળી હતી અને થોડા કિલોમીટર બાદ જ અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જબરદસ્ત ઝટકો લાગ્યો અને સીટો પર સૂતેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સીટ પરથી નીચે પડી ગયા હતા. દુર્ઘટના બાદ મુસાફરોએ પણ રેલવે અધિકારીઓના સ્થળ પર મોડા આવવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

મુસાફરોને સુરક્ષિત મોકલાયા અજમેર

અકસ્માત બાદ મુસાફરો પગપાળા શહેર તરફ રવાના થયા હતા. આ પછી ટ્રેનની નજીક હાજર મુસાફરોને લગભગ 3:16 વાગ્યે ટ્રેનના સુરક્ષિત કોચમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમને અજમેર જંકશન મોકલવામાં આવ્યા હતા.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT