કચ્છના કલેક્ટરે વાટ્યો ભાંગરો? આજે ગાંધીજીને જ ભૂલી ગયા… જાણો શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: આજે દેશ ભરમાં મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ મનાવવામાં આવે છે. અને આજના દિવસે ગાંધીજીને અને દેશના શહીદ વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.  આ  દરમિયાન કચ્છના કલેકટરના ટ્વિટર હેન્ડલ પર આજે ગાંધીજીના નિર્વાણ દિવસને ભૂલી ગયા અને સ્વાતંત્ર સંગ્રામમાં વીર શહીદોએ આપેલ બલિદાનની સ્મૃતિમાં કલેકટરે મૌન રાખી રાખ્યું. જોકે, થોડા સમય બાદ આ ટ્વિટ ડિલીટ કરી અને અન્ય ટ્વિટ કરવામાં આવ્યું.

આજે સોશિયલ મીડિયામાં તુરંત જ કોઈ કામગીરી શેર કરવાનો જાણે ટ્રેન્ડ થઈ ચૂક્યો છે. કોઈ કાર્યક્રમ શું છે શું નહીં એ જાણકારી મેળવ્યા વગર ટ્વિટ કરી દેવું ક્યારેક ભારે પડી શકે છે. કચ્છના કલેકટર દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પર આજે એક ટ્વિટ કરવામાં આવ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે. આજે ગાંધી નિર્વાણ દિવસ પર કલેટર સાહેબ ગાંધીજીને જ ભૂલી ગયા અને સ્વાતંત્ર સંગ્રામમાં વીર શહીદોએ આપેલ બલિદાનની સ્મૃતિમાં કલેકટરે મૌન રાખી દીધું. અને આ મામલો તો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે ટ્વિટર પર એક યુઝરે કહ્યું કે આજે ગાંધીજીની હત્યા થઈ હતી અને આજે તેમની સ્મૃતિમાં શહિદ દિવસ પર તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

જાણો શું હતું પ્રથમ ટ્વિટમાં
પ્રથમ ટ્વિટમાં લખ્યું હતું કે, આજરોજ સ્વતંત્ર સંગ્રામમાં જે શાહિદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વિરોની સ્મૃતિમાં કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. કલેકટર કચેરીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવેલ જેમાં ગાંધીજીને જ ભૂલી જવામાં આવ્યા હતા. જોકે થોડા સમયમાં આ ટ્વિટ ડિલીટ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટ્વિટનો સ્ક્રીન શૉટ વાયરલ થયો હતો.

ADVERTISEMENT

ભૂલ સુધારી અને પછી ફરી ટ્વિટ કરવામાં આવ્યું
પ્રથમ ટ્વિટને ડિલીટ કરવામાં આવ્યું અને ફરી ટ્વિટ કરવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને કલેકટર કચેરી ખાતે બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું.

ADVERTISEMENT

આ પણ વાંચો: પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT