રાજ્યમાં ફરી ઠંડીનો પ્રકોપ: સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું, જાણો રાજ્યની સ્થિતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત લોકો ઠંડીથી ઠૂઠવાઈ રહ્યા છે.   છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. બે દિવસમાં રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું ગયું છે. નલિયામાં ઠંડીનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હીમવર્ષાની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. આમ રવિવારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

રહીમ ઠંડીના કારણે જનજીવન થીજી રહ્યું છે. સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયું છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડ્યા છે. વહેલી સવારે અને રાત્રિના જઅને બજારોમાં કર્ફ્યૂ જેવો માહોલ તૈયાર થઈ જાય છે. ગુજરાતના અમદાવાદ,   ગાંધીનગર,  ભુજ  તેમજ નલિયામાં  લઘુતમ તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછુ નોંધાયુ છે.

નલિયા ફરી થીજ્યું
નવા વર્ષની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફરી એક વખત ઠંડીએ રાજ્યની જનતાને પોતાનો પ્રકોપ બતાવ્યો છે. ત્યારે બે દિવસમાં રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે.  નલિયામાં ઠંડીનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં નલિયા ફરી સૌથી ઠંડા શહેરની યાદીમાં અવલ્લ આવ્યું છે.  રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 5.4 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. જ્યારે સૌથી વધારે ઓખામાં 17.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: વડોદરામાં ઠંડીથી બચવા રૂમમાં તાપણું કરીને ઊંઘી જનારા દંપતીનું ગૂંગળામણથી મોત

અહી પડી શકે છે વરસાદ
એક તરફ દેશભરમાં ઠંડીનો માહોલ છે. ત્યારે બીજી તરફ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ પ્રમાણે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT