CMના વિમાનમાં સરકારી ખર્ચે મિત્રો અને પરિવારને ફેરવતા અધિકારી અજય ચૌહાણની હકાલપટ્ટી
ગાંધીનગર: ગુજરાત સરકારની માલિકીના અને મુખ્યમંત્રી તથા રાજ્યપાલ માટે વપરાતા બે વિમાનો અને હેલિકોપ્ટરમાં પરિવાર અને મિત્રોને હવાઈ મુસાફરી કરાવનારા ગુજસેલના CEO કેપ્ટન અજય ચૌહાણની…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત સરકારની માલિકીના અને મુખ્યમંત્રી તથા રાજ્યપાલ માટે વપરાતા બે વિમાનો અને હેલિકોપ્ટરમાં પરિવાર અને મિત્રોને હવાઈ મુસાફરી કરાવનારા ગુજસેલના CEO કેપ્ટન અજય ચૌહાણની મુખ્યમંત્રીએ હકાલપટ્ટી કરી દીધી છે. અજય ચૌહાણ ઘણીવાર સરકારી ખર્ચે પોતાના પરિવારને વતન રાજસ્થાન અને મુંબઈ સહીત અન્ય સ્થળોએ ફેરવતા હોવાનું ધ્યાને આવતા સરકારે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ તપાસ કરાવ્યા બાદ લીધો નિર્ણય
અજય ચૌહાણની હકાલપટ્ટી કર્યા બાદ સરકારે ગુજસેલના સીઈઓ તથા નાગરિક ઉડ્ડયન નિયામક તરીકે 2016 બેચના IAS અને મત્સ્ય ઉદ્યોગ નિયામક નીતિન સાંગવાનને કામચાલઉ નિમણૂંક સોંપી છે. ચૌહાણ સરકારી વિમાન અને હેલિકોપ્ટર પરિવાર માટે વાપરતા હોવાનું મુખ્યમંત્રીને ધ્યાને એકાદ મહિના પહેલા આવ્યું હતું. આ માટે તપાસ કરાવ્યા બાદ તેમણે અધિકારીની હકાલપટ્ટીનો હુકમ કર્યો હતો.
વધુ એક અધિકારીને પણ પદેથી દૂર કરાયા
અજય ચૌહાની સાથે સાથે જ પર્યાવરણ વિભાગમાં ટેકનિકલ ડાયરેક્ટર તથા ગુજરાત ઈકોલોજી કમિશનના પ્રોજેક્ટ નિયામક નિશ્ચલ જોશીને પણ ભ્રષ્ટાચારની ફરિયાદનો કારણે પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT