CM ભૂપેન્દ્ર પટેલ ફરી હીરાબાના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા, તબીબોએ સ્વાસ્થ્ય અંગે શું અપડેટ આપ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદી પણ દિલ્હીથી ખાસ હીરાબાના ખબર અંતર પૂછવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. હોસ્પિટલ દ્વારા તેમની તબિયત સ્થિર અને સુધારા પર હોવાનું કહેવાયું હતું. ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર હીરાબાના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલમાં હીરાબાની તબિયત ખૂબ જ સરસ છે અને ઝડપથી તેઓ સાજા થઈ રહ્યા છે. તેમને એકાદ દિવસમાં રજા આપવામાં આવશે.

આ પણ વાંચો: ધીરુભાઈ અંબાણી અંગે ગૌતમ અદાણીએ કહ્યું- ‘લાખો ઉદ્યમિઓ માટે પ્રેરણા સ્ત્રોત’

પ્રહલાદ મોદી મૈસૂરથી અમદાવાદ આવવા નીકળ્યા
મૈસૂરમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને પરિવારના અન્ય સદસ્યોને બુધવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ પોતાની બીમાર માતા હીરાબાને મળવા માટે અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેમણે લોકોને જણાવ્યું હતું કે, બાની તબિયત સ્થિર છે. કહેવાઈ રહ્યું છે કે તેમને એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે. હું અમદાવાદમાં પોતાના ઘરે જઈ રહ્યો છું અને ત્યાં જ મારા માતાને મળીશ.’

ADVERTISEMENT

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ માતા સોનિયાના પ્રેમથી ગાલ ખેંચ્યા! પુત્ર અને માતાની ભાવુક ક્ષણ વાઈરલ…

શ્વાસમાં લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
હીરાબાને મગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઉપરાંત તેમને કફની પણ સમસ્યા હતી. આ બાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિટ કરાયા હતા. ડોક્ટરોએ MRI અને સિટી સ્કેન કર્યો. આ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને તબિયત સુધારા પર છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT