CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા યોજનાનો મુદ્દો ઉઠાવ્યો, જાણો PM મોદીની કાર્યપ્રણાલી વિશે શું કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રાચરનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં જનતાને સંબોધન આપ્યું હતું. વડાપ્રધાન મોદી પણ આ વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા છે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નર્મદા યોજનાની સફળતા નરેન્દ્ર મોદીની મહેનતનું જ પરિણામ છે. આની સાથે ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય, શિક્ષણ જગતમાં થયેલી સફળ કામગીરી વિશે પણ ચર્ચા કરી હતી.

સમગ્ર રાજ્યમાં કમળ જ ખીલશે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે સંબોધન કર્યું હતું. તેમા જણાવ્યું હતું ભાજપની જીતના પડઘા આખા ગુજરાતમાં સંભળાશે. અત્યારે જે પ્રમાણે લોકો ભાજપની સભામાં હાજર રહે છે એને જોતા વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં કમળ ખીલશે. ત્યારપછી સુરેન્દ્ર નગર અત્યારે જનતા અને સરકારની ભાગીદારીથી ઘણું વિકસિત થયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

ભાજપે કહ્યું એ કરી બતાવ્યું છે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુરેન્દ્રનગર અત્યારે નર્મદાનું પાણી પીવા માટે અને સિંચાઈ માટે વાપરી શકે છે એની પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે. અગાઉ જ્યારે નર્મદાનું પાણી આપણને ન મળે એની કવાયત વચ્ચે સામી છાતીએ વડાપ્રધાન મોદી સામનો કર્યો અને આ યોજનાને પાર પાડી હતી. અહીં વીજળી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓમાં ગુજરાતમાં સારો એવો વિકાસ થયો છે. આની પાછળ ભાજપ સરકારે જે જે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે એ સફળતા પૂર્વક પાર પણ પાડ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT