5 મંત્રીઓની કમિટિ બનાવ્યા બાદ પણ આંદોલન શાંત ન થયા, ચિંતિત સરકારે હવે લીધો આ નિર્ણય
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી માથે છે અને આ બધાની વચ્ચે પાટનગર ગાંધીનગરમાં જાણે આંદોલનની સિઝન જામી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આંદોલનને ડામવા માટે સરકાર…
ADVERTISEMENT
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી માથે છે અને આ બધાની વચ્ચે પાટનગર ગાંધીનગરમાં જાણે આંદોલનની સિઝન જામી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આંદોલનને ડામવા માટે સરકાર હવે રહી-રહીને હરકતમાં આવી છે. રાજકીય નુકસાનની ભીતિને જોતા રાજ્ય સરકારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટ કરવાની તૈયારી દેખાડી છે.
કયા-કયા આંદોલનો હાલમાં ચાલી રહ્યા છે?
પાટનગરમાં ખેડૂતો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી, વનરક્ષકો ઉપરાંત તલાટી અને પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનના મંડાણ કર્યા છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતા હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાનું આયોજન કર્યું છે. ત્યારે ચારે તરફ આ ધમધમતા આંદોલનની આગને ઠારવા માટે ભાજપે જીતુ વાઘાણી સહિતના પાંચ મંત્રીઓની કમિટી તો રચી પરંતુ આમ છતાં આ આંદોલનનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ યોજી બેઠક
ત્યારે બુધવારે મુખ્યમંત્રીએ આ પાંચેય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં આ આંદોલનને ખતમ કરવા માટે શું-શું કરી શકાય તે અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પાસેથી બાંહેધરી પત્રક લેવાના મામલે પણ વિવાદ વકર્યો છે ત્યારે બુધવારે મોડી રાત સુધી સીએમ હાઉસે ગૃહમંત્રી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી છે. આ અગાઉ બુધવારે બપોરે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને પણ પાંચેય મંત્રીઓની બેઠક થઈ હતી જેમાં આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાનું નક્કી કરાયું હતું.
ADVERTISEMENT
વાટાઘાટોથી આંદોલનકારીઓને મનાવી શકશે સરકાર?
ચૂંટણી નજીક છે અને સત્તારુઢ ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું અને આ વખતે તેમના સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતું આમ આદમી પાર્ટી પણ છે. જે હાલમાં એક બાદ એક ગેરેંટી આપીને જનતાને રિઝવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ત્યારે આ સ્થિતિમાં ભાજપ માટે જનતાના હિત જળવાઈ રહે તે જરુરી છે. માટે જ પાટનગરમાં ધુણી ધખાવીને બેઠેલા અલગ-અલગ આંદોલનકારીઓ સાથે હવે સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ છે. ત્યારે એ જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામા સફળ રહેશે? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?
ADVERTISEMENT