PM મોદીની પરંપરા મુખ્યમંત્રીએ જાળવી રાખી, ભૂપેન્દ્ર પટેલે દશેરાએ શસ્ત્રપૂજા કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીના શાનદાર સેલિબ્રેશન પછી દશેરાની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીના શાનદાર સેલિબ્રેશન પછી દશેરાની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન વિધીનું આયોજન કર્યું હતું. જેમાં સુરક્ષા કર્મીઓ હાજર રહ્યા હતા. આ દરમિાયન મુખ્યમંત્રીએ તેમની સાથે મળીને શસ્ત્રોની પૂજા કરી તથા દશેરાની શુભેચ્છા પાઠવી હતી.
દશેરાના તહેવારે શસ્ત્ર પૂજનનું મહાત્મ્ય
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શસ્ત્ર પૂજનની પરંપરાનો પ્રારંભ કર્યો હતો. તેવામાં હવે વડાપ્રધાનની પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શસ્ત્ર પૂજન વિધીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા કર્મીઓના શસ્ત્રોનું પૂજન કરાવી વૈદિક મંત્રોચ્ચાર પણ કર્યો હતો. આની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની સલામતી, સમાજ સુરક્ષા તથા અન્ય મુશ્કેલીથી બચાવવા બદલ સુરક્ષા કર્મીઓનો આભાર માન્યો હતો.
ADVERTISEMENT
શસ્ત્ર પૂજનમાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ હાજર
ઉલ્લેખનીય છે કે આની સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીએ શસ્ત્રપૂજન કર્યું હતું. ત્યારે બીજી બાજુ જામનગર ખાતે રાજપૂત સમાજે પરંપરા પ્રમાણે શસ્ત્ર પૂજન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT