CM ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિરે ગાંધીજીને આપી શ્રદ્ધાંજલી, સીટી બસ સેવાને આપશે લીલી ઝંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે CM ભૂપેન્દ્રે શ્રદ્ધાંજલી આપી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે આવેલા કિર્તી મંદિરે પહોંચ્યા છે. જ્યાં તેમણે સર્વધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં તેઓ હાજર રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલની સાથે રાઘવજી પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે.

આ વર્ષે CM પ્રાર્થનાસભામાં હાજરી આપે છે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2021માં પણ પોરબંદર ખાતે પ્રાર્થના સભામાં હાજર રહ્યા છે. તેમની સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા પોરબંદરના ધારાસભ્ય તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજઘાટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહાત્માગાંધીજીને શ્રદ્ધાંજલી આપી છે.

સીટી બસ સેવાને આપશે લીલી ઝંડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાથનાસભામાં હાજરી આપ્યા પછી સીટી બસ સેવાને પણ લીલી ઝંડી આપશે. ત્યારપછી તેઓ ખારવા સમાજની મઢી ખાતે વિશેષ આગેવાનો સાથે મુલાકાત કરવા માટે રવાના થશે. ગત વર્ષે મુખ્યમંત્રીએ કિર્તી મંદિરથી સ્વચ્છતા યાત્રાને પણ ફ્લેગ ઓફ કરાવી હતી.

ADVERTISEMENT

With Input- અજય શીલુ

    follow whatsapp

    ADVERTISEMENT